________________
આ ઉદ્યોતનર
૦
પાંત્રીશમું
૧૦૯
કુમારપાલે ચિતોડના કિલ્લામાં પેાતાના વિજયસ્મારક તરીકે સ૦૧૨૦૭માં સિદ્ધેશ્વર મહાદેવનુ મંદિર બનાવી તેની પૂજા માટે એક ગામ આપ્યું. દિગબર મુનિ રામકીર્તિએ ગુજરેશ્વર કુમારપાલની ૨૮ લીટીની પ્રશસ્તિ બનાવી છે, જે આજે ત્યાં ચાડેલી વિદ્યમાન છે. આ મંદિરના નરથરમાં તીર્થંકરોના અભિષેક વગેરે પંચકલ્યાણકા કંડાર્યા છે. આ મંદિર આજે રાજા માકલજીના મંદિર તરીકે પ્રસિદ્ધ છે.
રાજા કુમારપાલે સપાદલક્ષ તથા માળવા જીતી પાટણમાં પ્રવેશ કર્યાં અને સૌએ તેને વિજયાયી, તેજોવિશેષાયી તથા અવંતીનાથ તરીકે બિરદાવ્યા હતા.
રાજાએ પાટણ આવી, પ્રથમ ભ॰ અજિતનાથની ભક્તિપૂર્વક પૂજા કરી અને પોતે જે માનતા રાખી હતી તેને જલદી પૂરી કરવા
મનમાં ગાંઠ વાળી.
તેણે અજમેરની લડાઈમાં વિશ્વાસઘાતી બનેલા સામતાને સ્નેહભર્યાં મીઠા ઠપકા આપ્યા . અને વિક્રમસિંહને ચદ્રાવતીની ગાદીએથી ઉઠાડી સાચા વારસદાર રામદેવના પુત્ર યશેાધવલ પરમારને ચદ્રાવતીના રાજા બનાવ્યા. સૌ કાઈ તેના તેજથી અંજાઈ ગયા. સૌએ તેને ગંભીર વિચારવાળે માન્યા.
રાજા આ॰ હેમચ`દ્રસૂરિને પોતાના ગુરુ માનતા હતા. તેમનાં જૈતાની પરધમ સહિષ્ણુતા અને ધમ'મેળનાં જીવંત ઉદાહરણા છે.
સ૦ ૧૨૧૨, સ૦ ૧૨૧૫, સ૦ ૧૨૧૮, સ૦ ૧૨૨૧, સ૦ ૧૨૨૮ની ગ્રંથપુષ્પકાઓમાં ગૂર્જરેશ્વર કુમારપાત્ર માટે આ પ્રમાણેનાં વિશેષણા વપરા ચેલાં મળી આવે છે—
ચૌલુકયલકલિકાવિકાસ, કોંટકરાજમાનમ"નકર, સપાદલક્ષરાષ્ટ્રવનદહનદાવાનલ, માલવરાષ્ટ્રે નિજાāયા.........સંસ્થાપનકર, મૂત્રરાજ પાટાહનરાધૌર્ય, પાતીપ્રિયવરલબ્ધપ્રસાદ, સમસ્તરાજાવલીમાલાલંકાર, મહારાજાધિરાજ પરમેશ્વર પરમભટ્ટારક પ્રૌઢપ્રતાપ નિજભુવિક્રમરાંગણુનિર્જિત શાક ભરી ભૂપાલ મહાદ્ધવસંગ્રામ નિવ્યૂ પ્રતિજ્ઞાપ્રૌઢ જિનશાસન વિરાજમાન વગેરે. (–જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, ભા॰ ૧, પુષ્પિકા નં. ૬૯, ૭૪, ૮૩, ૯૧, ૯૩ વગેરે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org