SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ [ પ્રકરણ માટે વાંકુ બોલે એ બનવાજોગ નથી. છતાં સંભવ છે કે, તેણે રાણીને એવું મેંણું માર્યું હશે કે જે કઈ હિસાબે જેનેને પણ લાગી જાય. સાચી હકીકત ગમે તે હે, પણ રાજાએ રાણીનું અપમાન કર્યું અને એ કારણે સાળા-બનેવી રણમેદાનમાં ઊતર્યા. અંતે રાજા કુમારપાલે સં. ૧૨૦૭ માં યુદ્ધની તૈયારી કરી. ભ૦ શ્રી અજિતનાથ પ્રભુનાં દર્શન કરી, તેમની માનતા રાખી પ્રયાણ કર્યું. તે ચંદ્રાવતી થઈ અજમેર પહોંચ્યું. ચંદ્રાવતીના વિક્રમસિંહે તેનું ચંદ્રાવતીમાં જ કાસળ કાઢી નાખવાનું કાવતરું ગઠવ્યું હતું. વિક્રમસિંહ રાજાને જમવાનું નૈતરું આપ્યું પણ વિચક્ષણ કુમારપાલ એક વૃદ્ધના ઈશારાથી ચેતી ગયો અને તેની જાળમાં સપડાયે નહીં. આ તરફ રાજપૂત ચાહડે ગુજરાતના સામંતે, મહાવત વગેરેને પિતાના બનાવી લીધા હતા, પણ કુમારપાલે જૂના મહાવત ચાઉલીંગને દૂર કરી તેના સ્થાને શામળને ૧. પં. શ્રી કુલસાગરગણિ સં૦ ૧૬૬૨ માં લખે છે કે – કુમારપાલ આનાક ઉપર ચડાઈ કરવા તૈયાર થયે તેણે પ્રથમ મોરપાછીથી ઘોડાનું જીન સાફ કર્યું. આ જોઈને સાથેના ૭૨ રાજાઓ હસ્યા. સૌને મનમાં થયું કે, આ વાણિયા જેવો યુદ્ધમેદાનમાં શું કરશે? રાજાએ તેમનું મન પારખીને પોતાના લાલા વડે રસ્તામાં રહેલી સોપારીની ગુણને ઉઠાવી આકાશમાં ઉલાળી અને તેને નીચે પડતી ભાલા ઉપર જ ઝીલી લીધી વળી, ભાલાના એક જ પ્રહારથી ધોબીની લેઢાની સાત કડાઈઓને વીંધી નાખી. આ જોઈને સૌ વિચારમાં પડી ગયા. મહાકવિ આંબેડ તરત જ બોલી ઊઠયો કે રે રકખઈ લહુ જીવ, ચડવિ રણુઈ મયગલ મારઈ ન પીઈ અણુગલ નીર, હેલિય રાયહ સંહારઈ, અવર ન બંધઈ કોઈ, સધર રણભર બંધઈ, પરનારી પરિહરઈ પરરાયેહ લચછી રંધાઈ એ કુમારપાલ કોઈ ચડિઓ, ફેડઈ સત કડાહ જિમ; જે જિસુધમ્મ ન મન્નસીઈ, તીહ વિચાડિસુ તિમ. ૧. (-ઉપદેશસાર-સટીક, ઉપદેશ ૩૨, સં. ૧૬૬૨), Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy