________________
પત્રિીશમું ]
આ ઉદ્યોતનરિ . કાશ્મીરના કવિ બિહણે ચતુરંકી “કર્ણસુંદરી નાટિકા ”માં રાજા કર્ણદેવ તથા મહામાત્ય શાંતૂની ઘટના રજૂ કરી છે. નાટિકામાં તીર્થકરદેવનું મંગલાચરણ કરેલું છે; એ એક સૂચક વસ્તુ છે. નાટિકામાં મહામાત્ય શાંતૂએ કર્ણ અને મિનલદેવીને મિલાપ કઈ રીતે કરાવ્યું તેનું સરસ રીતે આલેખન કર્યું છે. આમાં મહામાત્ય શાંતને ગંધરાયણની સાથે સરખાવ્યું છે. ૭. સિદ્ધરાજ જયસિંહ (સં. ૧૧૫૦ થી ૧૧૯) – - રાજકુમાર જયસિંહ બાળક હતો ત્યારે જ રાજા કર્ણદેવે દેવપ્રસાદ રાજા બની ન બેસે એ કારણે બાળક જયસિંહને શુભ મુહુર્તમાં પાટણની ગાદી પર રાજ્યાભિષેક કર્યો હતો અને પોતે કર્ણાવતીમાં મોટે ભાગે રહેતો હતો. જયસિંહ મોટો થયો ત્યારે કર્ણ દેવે સં૦ ૧૧૫૦ ના પિષ સુદિ ૩ ને શનિવારે શ્રવણ નક્ષત્રમાં તેને ભારે ઠાઠથી રાજ્યાભિષેક કર્યો અને તે પછી કર્ણ દેવ મરણ પામે. સમય જતાં જયસિંહ સિદ્ધરાજ તરીકે પ્રસિદ્ધિ પામે.
ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદે પણ કર્ણદેવ અને જયસિંહદેવના મનના સમાધાન માટે ત્રિભુવનપાલને જયસિંહના હાથમાં સેંપી અગ્નિસમાધિ લીધી. જયસિંહ અને ત્રિભુવનપાલ વચ્ચે ગાઢ મૈત્રી હતી. - કર્ણરાજ મરણ પામે ત્યારે સિદ્ધરાજ આઠ વર્ષનો હતો અને મંત્રી શાંત્વની દેખરેખ નીચે આગળ વધ્યા હતા. સિદ્ધરાજે ગુજરાતને બૃહદ્ ગુજરાત બનાવવા અથાક પ્રયત્ન કર્યો હતો. તેણે શરૂઆતમાં જ મહામાત્ય શાંતૂની સલાહથી વૈદ્યકમાં નિષ્ણાત લીલા વૈદ્યને પિતાને ઘરે બોલાવી ૩૨ હજારનું બાન લઈ છૂટા કરનાર પિતાના સગા મામા મદનપાલને મરાવી નાખ્યો અને “સુણસ્થ :” એ રાજનીતિને ઉત્તમ દાખલો બેસાડ્યો. તેણે આઠ વર્ષની ઉંમરમાં ધારાનગર ભાંગવાની પ્રતિજ્ઞા લીધી હતી, જે મંત્રી શાંતૂએ બનાવટી ધારા
૧. કવિ બિહણે વિક્રમચરિત્ર, કર્ણસુંદરીનાટિકા, બિહણાષ્ટક પાર્શ્વ નાથસ્તોત્ર અને ચૌર પંચાશિકા રચા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org