SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ જેન પરંપરાને ઇતિહાસ--ભાગ ૨ [ પ્રકરણ બકુલાદેવીની પવિત્રતાની ખાતરી કરી તેને પોતાના રાણીવાસમાં દાખલ કરી. તેણે ક્ષેમરાજકુમારને જન્મ આપ્યુંતે પછી મોટી રાણ ઉદયમતીએ કર્ણ દેવને જન્મ આપે. ક્ષેમરાજ અને કર્ણદેવને પર સ્પર ગાઢ પ્રેમ હતો. ક્ષેમરાજને દેવપ્રસાદ અને દેવપ્રસાદને ત્રિભુ વનપાલ વગેરે ત્રણ પુત્ર હતા. ત્રિભુવનપાલને પણ ત્રણ પુત્ર અને એક પુત્રી હતાં. તેઓમાં કુમારપાલ રાજલક્ષણવાળે હતો. ક્ષેમરાજનું બીજું નામ હરિપાલ હતું. १. भीमदेवस्य द्वे राश्यौ, एका बकुलादेवीनाम पण्याङ्गजा, पत्तनप्रसिद्ध रूपपात्रं च । तस्याः कुलयोषितोऽपि अतिशायिनी प्राज्यमर्यादां नृपतिर्निशम्यं तवृत्तपरीक्षानिमित्तं सपादलक्षमूल्यां क्षुरिकां निजानुचरैस्तस्यै ग्रहणके दापयामास । औत्सुक्यात् तस्यामेव निशि बहिरावासे प्रस्थानलग्नमसाधयत् । नृपतिर्वर्षद्वयं मालवमण्डले विग्रहाग्रहात् तस्थौ । सा तु बकुलादेवी तद्दत्तग्रहणकप्रमाणेन वर्षद्वयं परिहृतसर्वसङ्गचङ्गशीललीलयैव तस्थौ । निस्सीमपराक्रमो भीमस्तृतीयवर्षे स्वस्थानमागतो जनपरम्परया तस्यास्तां प्रवृत्तिमवगम्य तामन्तःपुरे न्यधात् । तदङ्गजः क्षेमराजः । द्वितीया राज्ञी उदयमती, तस्याः सुतः कर्णदेवः। क्षेमराज-कर्णदेवी तत्पुत्रौं भिन्नमातृकौ परस्परं प्रीतिभाजौ।...इतश्च क्षेमराजस्य पुत्रो देवप्रसादकः । तस्य पुत्रास्त्रयः त्रिभुवनपालादयोऽभूवन् , त्रिभुवनपालस्यैकाऽभूत् सुता, तर्नयास्त्रयः। आद्यः कुमारपालाख्यो राजलक्षणलक्षितः ॥ પાટણના સંઘવીપાડાના જૈન ગ્રંથભંડારમાં રહેલ પ્રાચીન “કુમારપાલ પ્રતિબોધ પ્રબંધ'ની સં૦ ૧૪૭૫ માં લખાયેલી તાડપત્રીય પ્રતિ, પન્ન ૪૬. જુઓ, પત્તનસ્થ જૈન ગ્રંથભાંડાગાસૂચી’ પૃ૦ ૧૫-૧૭, સને ૧૯૩૭માં પ્રકાશિત ગાય એ સિ નં. ૭૬. - જૈન સત્યપ્રકાશ, ક્રમાંકઃ ૨૨૮, પૃ. ૨૨૩, ૫૦ લા. ભ૦ ગાંધીને “ઉદયવિહાર' લેખ. મુનિમલ જૈન ગ્રંથમાળા, અમદાવાદ, ચં. ૧૧, પત્ર ૩. ૨. ભીમદેવની ઈચ્છા હતી કે, ક્ષેમરાજને ગાદીએ બેસાડવે, પરંતુ ક્ષેમ. રાજે પ્રભુભજનમાં અને તપ-ધ્યાનમાં પિતાનું જીવન ગાળવા જણાવ્યું અને તે મંકેશ્વરતીર્થમાં જઈને રહ્યો. ભીમદેવ તથા ક્ષેમરાજે કર્ણદેવને ગુજરાતની ગાદીએ બેસાડ્યો. કર્ણદેવે ક્ષેમરાજના પુત્ર દેવપ્રસાદને દધિસ્થલી (દેથલી) ગામ ગરાસમાં આપ્યું. “ભીમરાજે ક્ષેમરાજને આપવા માંડયું.” –મહીપતરામ રૂપરામ નીલકંઠ કૃત – સં. ઈ. પૃ. ૧૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001077
Book TitleJain Paramparano Itihas Vol 2
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1960
Total Pages820
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy