________________
છોછે.
પવીશામું]
આ ઉદ્દઘાતનરિ પાછળથી તેનું શું થયું તેને ચોક્કસ ઉલ્લેખ મળતો નથી. "
તેણે કનેજ તથા કાશીના બ્રાહ્મણોને બોલાવી, સિદ્ધપુર (શ્રીપુર) માં વસાવ્યા હતા, જેમની ઔદિચ્ય તરીકે આજે પણ પ્રસિદ્ધિ છે. એ સમયે શિહોર તેના તાબામાં નહોતું. તેનાં વિવિધ દાનનાં દાનપત્રે મળે છે. તે માટે દાનવીર હતે. રંગે કાળ, સ્વભાવે ડરપોક, કામી અને યુદ્ધ કરતાં કુનેહને વધુ પસંદ કરનારે હતે.
તેને માધવી નામે રાણી હતી, જે ચૌહાણ ભેજ રાજાની કન્યા હતી. ચામુંડ નામે યુવરાજ હતા અને ચાચિણ નામે રાજકુંવરી હતી. તેને લહધર નામે દંડનાયક હતા. વીર મહત્તમ, જે બૂક અને જેહાલ એ મહામંત્રી હતા અને સોમશર્મા નામે પુરહિત હતો.
રાજા મૂળરાજ સં. ૧૦પ૩ માં સિદ્ધપુરમાં અગ્નિપ્રવેશ કરી મરણ પામ્યા. ૨. ચામુંડરાય (સં. ૧૦૫ર થી ૧૦૬૫)–
રાજા મૂળરાજે સં૦ ૧૦૩૦ માં ચામુંડને યુવરાજપદ આપ્યું હતું. તેણે યુવરાજકાળમાં માલવેશ સિન્ધરાજને નસાડ્યો હતો. (વડનગર પ્રશસ્તિ). બારપને જીત્યો હતે. (દ્વયાશ્રયમહાકાવ્ય, સર્ગઃ ૬,૦ ૧૬; મહીપતરામ નીલકંઠકૃત ગુજરાતને ઈતિહાસ પ્ર. ૧૨) આઇ વીરગણિના ઉપદેશથી થરાના વલહીનાથના મંદિરમાં કઈ હિંસા ન કરે તેવું તામ્રશાસન આપ્યું હતું, સં૦ ૧૦૩૩ માં વડસમાના જૈન દેરાસરની પૂજા માટે ખેતર આપી તેનું તામ્રશાસન લખી આપ્યું હતું. તે સં. ૧૦પરમાં રાજા બને ત્યાર બાદ તેણે પાટણમાં ચંડનાથ તથા. . ૧. તે સમયના દંડનાયકને પરિચય “ચતુષાધ્યક્ષઃ સેનાનીર્તના એ શબ્દોથી મળે છે. તેને અર્થ એ થાય છે કે, હાથી, ઘોડા, રથ અને પાયદળ એ ચતુરંગી સેનાને નાયક તથા દંડનીતિપૂર્વક તે દેશને સંચાલકો રાજ્યનું વસૂલી ખાતુ પણ તેના હાથમાં રહેતું. દંડનાયકને સામાન્ય અર્થ સર્વેસર્વા સૂ” કે “ગવર્નર જનરલ' કહીએ તોય ચાલે
રાજ્યના અધિકારમાં દંડનાયક, રાણા, મંડલિક, સામત–એવો ક્રમ હવાનું જાણવા સળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org