________________
ઈતિહાસના અભ્યાસીઓ માને છે કે જેન સાહિત્યમાં સ્વતંત્ર ગ્રંથરૂપે તેમજ છૂટાછવાયા પ્રાસંગિક ઉલલેખરૂપે ઘણે ઈતિહાસ લખાય છે, જેમાં ભારતના પ્રાચીન ઈતિહાસના અણઉકેલ કેયડાને સરળ ઉકેલ મળે છે તેમજ ઈતિહાસની તૂટતી સાંકળના સાજક અંકડાઓ પણ મળે છે. આ દરેક ઘટનાઓને વ્યવસ્થિત રૂપ આપી પ્રકાશમાં લાવવી જોઈએ. સંસ્કૃત અને પ્રાકૃતના પૂરા અભ્યાસીએ જ આ કામ કરી શકે તેમ છે.
અમે ત્રણેએ ઉક્ત વાતને લક્ષમાં રાખીને “જૈન પરંપરાને ઈતિહાસ” રચવે શરૂ કર્યો, જેમાં છેલ્લા ૨૫૦૦ વર્ષમાં થયેલ જૈન આચાર્યો, મુનિએ, આર્યાએ, રાજાઓ, મંત્રીઓ, શેઠિયા, વિદ્વાને, શહેરે, તીર્થો, ગ્રંથે, પરંપરાઓ અને મહાસભાઓ વગેરેને સપ્રમાણ ઈતિહાસ રજુ કરવાને ઈરાદે રાખે છે. તેને પહેલે ભાગપ્રકાશિત થાય છે, બીજા ભાગે વેળાસર પ્રકાશિત થશે.
જો કે આ કામ જલદી થાય એમ અમારી ઈચ્છા હતી-છે જ, કિન્તુ અમારા ત્રણમાંના એક મુનિ ન્યાયવિજયજી સં. ૨૦૦૭ના
મા. શુ. પના રોજ અમદાવાદમાં સ્વર્ગવાસી થયા છે. તેથી કદાચ વધુ વિલંબ થાય એવી પણ સંભાવના છે.
આ પહેલા ભાગમાં ઈતિહાસના અભ્યાસીઓને બહુ ઉપયોગી થાય એવી પ્રાચીન ઘટનાઓ આપી દીધી છે.
આના ત્રણ ભાગ પ્રકાશિત થયા પછી ચેથા ભાગમાં આની પ્રસ્તાવના અને અકારાદિ નામાવલી (
) આપવી, એમ અમારી ઈચ્છા હતી, પરંતુ વિખ્યાત વાર્તાલેખક શ્રીયુત ભાઈ “જયભિખુ”એ પ્રેરણ કરી કે, “આ ગ્રંથ ઈતિહાસપ્રેમીઓ માટે ઘણું ઉપયોગી છે પણ જે તેની અકારાદિ નામાવળી નહીં આપે તે સાવ નકામે બની જશે માટે આમાં અકારાદિને પણ દાખલ કરે જ કરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org