SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીશકું? આ વિમલચંદ્રસૂરિ આ ગર્ષિ કર્મવિપાકવિચાર અને તિષશાસ્ત્રના અજોડ વિદ્વાન હતા, તેમણે કર્મવિપાક યાને પ્રાચીન ચાર કર્મગ્રંથ તથા “ગર્ગપાશાવલી” બનાવ્યાં છે. તેમણે જ દુર્ગસ્વામી તથા સિદ્ધર્ષિને દીક્ષા આપી છે. ૩. દસ્વામી–તે અસલમાં ઉત્તમ વર્ગના બ્રાહ્મણ હતા, ધનવાન હતા, અને આબરૂદાર ગૃહસ્થ હતા. તેમણે વૈરાગ્યથી જૈન દીક્ષા સ્વીકારી હતી અને ભિન્નમાલમાં સ્વર્ગે ગયા હતા. તેમણે અર્ઘકાંડની રચના કરી છે. (?) ૪. આ સિદ્ધષિ–તેઓ દુર્ગસ્વામીના શિષ્ય હતા. આ ગર્ગષિએ તેમને દીક્ષા આપી હતી. તેમની જીવનધટના નીચે પ્રમાણે છે. તેમના પિતાનું નામ શેઠ શુભંકર, માતાનું નામ લક્ષ્મી, તેમનું નામ સિદ્ધ, અને પત્નીનું નામ ધન્યા હતું. તેમને ભિન્નમાલ નગરમાં અને કવિ માઘને જે વંશ છે, તે જ વંશમાં જન્મ થયે હતે. સિદ્ધને ધીમે ધીમે જુગારનું વ્યસન લાગુ પડ્યું, પરિણામે તે અધી રાત સુધી પિતાને ઘરે આવતું ન હતું અને તેની પત્ની ધન્યા તે ન આવે ત્યાં સુધી તેની રાહ જોતી ઉજાગરે કરી બેસી રહેતી હતી. ધન્યાને પણ રાતે ઉજાગર થાય એટલે દિવસે ઘ આવે, અને ઘરકામમાં ગડબડ થાય. એકવાર લમી શેઠાણીને ધન્યાને આમ થવાનું કારણ પૂછતાં સિદ્ધ રાતે મેડે આવે છે, તેથી પુત્રવધૂની આ વલે થઈ છે એમ સમજતાં વાર લાગી નહીં. તેણે ધન્યાને તરત જ કહ્યું કે-વહુ બેટા! તમે આજે સૂઈ જાઓ. હું રાતે જાગીશ અને તેની સાન ઠેકાણે લાવીશ. બસ, તે ધન્ય સુઈ ગઈ અને માતા પુત્રની રાહ જોતી બેઠી. અધી રાત જતાં સિદ્ધ આવી હંમેશની આદત પ્રમાણે બારણું ખખડાવ્યાં, માતા લહમીએ તરત જ ઠપકો આપતાં કહ્યું કે-જેને દરવાજો ઉઘાડે હોય ત્યાં જા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy