________________
• મી સદીના
, કલારોડમાં આવી
પ્રકરણ ચેત્રીશમું
આ વિમલચંદ્રસૂરિ આ માનદેવસૂરિની પાટે આ વિમલચંદ્રસૂરિ થયા છે. તેઓ વિકમની દશમી સદીના પ્રભાવક આચાર્ય છે –
ततः प्रसिद्धोऽजनि चित्रकूटे, स हेमसिद्धिविमलेन्दुसूरिः। अपूजयत् यं विषमेऽपि वादे, सद्यो जिते गोपगिरेनरेन्द्रः ॥४४॥
ત્યાર પછી આ વિમલચંદ્રસૂરિ થયા. તેમને ચિત્તોડમાં સ્વર્ણ સિદ્ધિની શક્તિ ઉત્પન્ન થઈ હતી અને ગ્વાલિયરની રાજસભામાં વિષમ શાસ્ત્રાર્થમાં જય મેળવવાથી વાલિયરના રાજા મિહિરભેજ વગેરે તેમને બહુ જ સન્માનતા હતા.
ચિત્તોડને અલ્લટરાજ પણ તેમને ઉપાસક હતું. આ અરસામાં ચિત્તોડના કિલ્લામાં વિજયસ્તંભ ઊભું કરવામાં આવ્યું છે. તેમણે ગ્વાલિયરના કિલ્લામાં જિનાલય કરાવ્યું હતું. તેઓ સમર્થ વાદી હતા, દીર્ધાયુષી હતા અને ઉગ્રવિહારી હતા. તેમણે પોતાના શિષ્યસમૂહ સાથે પૂર્વદેશના મથુરા, સમેતશિખરજી વગેરે તીર્થોની અનેકવાર યાત્રાઓ કરી છે. તેઓ મથુરાથી સાચેર પધાર્યા, ત્યારે ત્યાં તેમણે ભિન્નમાલના શિવના વ્યાપારીના પુત્ર મહાતપસ્વી અને પૌષધધારી વીર નાગને “આ સમર્થ મુનિ થશે” એમ જાણી ઉપદેશ આપી દીક્ષા આપી વરમુનિ નામ આપ્યું. સાથોસાથ થરાદમાં ભ૦ રાષભદેવના ચૈત્યની છૂકનાસામાં અંગવિઝાની પિથી હતી તે બતાવી, અને “તને જલદી આવડશે” એ આશીર્વાદ આપે. વળી ત્યાં ત્રણ દિવસ રહી તેને તે ગ્રંથને અર્થ બતાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org