________________
બત્રીશમું ] આ૦ પ્રદ્યુમ્નસૂરિ
૫૨૭ એકવાર બ્રાહ્મણોએ રાજાને કહ્યું કે, સૂરિજીને આ રીતે બહુ માન આપે છે તે ઉચિત નથી એમ વારંવાર કકળાટ કરવાથી રાજાએ સુરિજીનું સિંહાસન બદલી નાખ્યું પરંતુ આચાર્યશ્રીએ તરત જ સમય પારખી સજાને કાચા કાનના થવું નહીં અને અભિમાન કરવું નહીં એ ઉપદેશ આપી તેને ભ્રમ ટાળી દીધે ત્યારે રાજા પણ તેમને પહેલાંની જેમ બહુ માન આપવા લાગે.
બાલ આચાર્ય સમસ્યા પૂરવામાં અદ્દભુત શક્તિવાળા હતા, તેઓ એ ઉત્તર આપતા કે સમસ્યા પૂછનારને સર્વતમુખી વાસ્તવિક વસ્તુ મળી રહે. પરંતુ એકવાર એ સાચા ઉત્તરનું અવળું પરિણામ આવ્યું. રાજાએ આચાર્યશ્રીને એવી ગાથા કહી કે જેના ઉત્તરમાં રાણીનું ખાનગી જીવન સંકળાયેલું હતું. આચાર્યશ્રીએ સાફ સાફ તે જ ઉત્તર વાળે અને તેને સાંભળી રાજાનું દિલ કુશંકાથી ઘવાઈ ગયું. આચાર્યશ્રી તરત જ એ વાતને પામી ગયા તેમણે ઉપાશ્રયે આવી પિતાના મુનિમંડલ સાથે ત્યાંથી વિહાર કર્યો, અને જતાં જતાં કમાડ ઉપર એક લેક લખતા ગયા. તેને સાર આ પ્રમાણે હતઃ
“હે રેહણાચલ ! તારું કલ્યાણ થાઓ, અમે જઈએ છીએ. તું એમ સ્વપ્ન પણ ન વિચારતે કે, આ મારાથી અલગ થયા એટલે હવે તેની શી વલે થશે? હે શ્રીમાન, અમે તારા મણિઓ છીએ, યદિ અમે તારા સહચારથી કીર્તિ મેળવી છે, તે નક્કી જ છે કે, શોખીન રાજાઓ અમને પિતાને માથે ધારણ કરવાના છે.”
આચાર્યશ્રી વિહાર કરી ગૌડેદેશના લક્ષણાવતી નગરમાં પધાર્યા. ત્યાંના પંડિત વાપતિરાજે તેમને ઓળખ્યા, અને તેની પ્રેરણાથી ત્યાંના રાજા ધર્મરાજે આચાર્યશ્રીને બહુમાન પૂર્વક નગરપ્રવેશ કરાવ્યું. રાજાએ આચાર્યશ્રીને વિનતિ કરી કે–આપે હવે અહીં જ વિરાજવું. કદાચ કનાજને આમરાજા જાતે આવીને આપને ત્યાં પધારવા વિનતિ કરે તે ખુશીથી ત્યાં જવું. સિવાય આપે અહીં જ રહેવું.” આચાર્યશ્રીએ પણ એ વિનતિને સ્વીકાર કર્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org