________________
એકત્રીશમું ]
૦ યશેદેવરિ
૪૮૧
ધનવાન અન્ય. આ લલ્લિગે આચાય શ્રીના ગ્રંથાની નકલા કરાવી ખૂબ ફેલાવા કર્યાં. તેણે ઉપાશ્રયમાં એક એવું રત્ન મૂકયુ કે જે દીવાની જેમ પ્રકાશ આપતું હતું અને આચાય તે પ્રકાશમાં રાતે પણ ગ્રંથ લખી લેતા હતા. લલ્લિગ શેઠ આચાય શ્રીના ગોચરી સમયે . શંખ વગાડી યાચકેાને એકઠા કરતા હતા અને ભેાજન કરાવતા હતા. યાચકા પણ આચાર્યશ્રીને નમસ્કાર કરી “ ભવવહ થાએ ”ને આશીર્વાદ લઈ “ ભવવરહસૂરિ ધણું જવા ” એમ ખેાલી ચાલ્યા જતા. એકવાર બનારસના વાસુકિ શ્રાવકે આચાર્ય શ્રીને વગ કેવલી ગ્રંથ આપ્યા, આચાર્ય શ્રીએ તેના ઉપર ટીકા બનાવી પરન્તુ પછી સંઘના આગેવાને ના કહેવાથી તે ટીકા રદ્દ કરી હતી.
""
ભવવિરહસૂરિ ભગવાન મહાવીરના શાસનમાં છેલ્લા વ્રતધર છે. આજના પડતામાં એ સામર્થ્ય નથી કે તેઓના દરેક પુસ્તકને વાંચી શકે. વગેરે વગેરે, ( કથાવલી ) મલધારી આ॰ રાજશેખરસૂરિએ “ પ્રભાવકચરિત્ર”થી થોડા ફેરફારવાળુ' હરિભદ્રસૂરિનું ચરિત્ર વર્ણ યું છે. તેમાં ખાસ વિશેષતા નીચે પ્રમાણે છે:
આ॰ હરિભદ્રસૂરિના શિષ્યેા હંસ-પરમહંસ જિનપ્રતિમાના ચિત્રમાં ત્રણ રેખાઓ કરી બુદ્ધનું ચિત્ર ખનાવી ભાગી આવ્યા ત્યારે બૌદ્ધ સુભટાએ એકને રસ્તામાં અને બીજાને ચિત્તોડના કિલ્લા બહાર જ્યાં તે સૂતા હતા ત્યાં મારી નાખ્યા. આથી આ હરિભદ્રસૂરિને ગુસ્સો ચડયો. મંત્રના બળે ૧૪૪૦ બૌદ્ધોને એકઠા કરી દરેકને તપેલા તેલની કડાઈમાં તળી નાખવાના પ્રમ'ધ ગોઠવ્યો. પરંતુ ગુરુમહારાજે એ સાધુઓ સાથે મેકલાવેલ “સમરાદિત્ય”ના વૃત્તાંતની ૪ ગાથાઓ વાંચી પરમ શાંતભાવને કેળવી બોદ્ધ સાધુઓને ડી દીધા અને તેના પ્રાયશ્ચિત્તમાં ૧૪૪૦ ગ્રન્થા મનાવ્યા. ચિત્તોડની તળેટીના વ્યાપારીએ તેની નકલા કરી એ ગ્રંથાના ખૂબ ફેલાવા કર્યાં, વગેરે.
( ચતુવિ શતિપ્રમધ, પ્રબંધ ૮ મે )
૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org