________________
છવ્વીસમું ] આ સમુદ્રસૂરિ
૪૨૩ આ સૂત્રમાં ભગવાન શ્રી મહાવીરસ્વામીના સમયના પાંચ. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનાર મુનિવરેનાં ચરિત્ર છે, જેમાં મગધરાજ શ્રેણિકના રાજકુમારે અભયકુમાર વગેરે અને ધનને અણગાર વગેરેનો સમાવેશ થાય છે. આ અંગની ભાષા સરળ છે.
૧૦ પણહવાગરણ અંગ પ્રશ્નવ્યાકરણ)-જેમાં ૨. શ્રુતસ્કંધે, ૧૦ અધ્યયને અને ૧૩૦૦ લેકપ્રમાણ ગદ્ય સંગ્રહ છે. ૯ભા : અધ્યયનમાં માત્ર ત્રણ ગાથાઓ મળે છે.
આ સૂત્રમાં હિંસા, જૂઠ, ચેરી, મિથુન, પરિગ્રહ, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહનું તલ સ્પર્શી વિવેચન છે. એટલે કે હિંસા આદિનાં સ્વરૂપ, નામાંતરે, કારણે, પરિણામે અને દષ્ટાંતે આપીને વિષયને સારી રીતે ચચ્ચે છે. તેમજ ત્યાજ્ય તથા ગ્રાહ્યને વિવેક કરી બતાવ્યું છે. ભાષા ઝમકવાળી છે, પ્રાસંગિક વર્ણને પણ લલિતકળાથી ઉપસેલાં છે.
ઠાણાંગસૂત્ર, સમવાયાંગસૂત્ર અને નંદીસૂત્રથી જાણી શકાય છે કે અસલ આ અંગમાં ૪૫ અધ્યયને, પૂછાતા વિદ્યામંત્ર, અપૂછાતા વિદ્યામંત્ર, મિશ્ર વિદ્યામંત્ર, અંગૂઠપ્રશ્નો, બાહુપ્રશ્નો, આદ્રપ્રશ્નો, અન્ય વિદ્યાઓ અને નાગકુમાર આદિના સંવાદે; અથવા “ઉપમા” વગેરે વસ્તુઓ હતી જે નાશ પામી છે. માત્ર આશ્રવ અને સંવરદ્વારનાં ૧૦ અધ્યયને બાકી રહ્યાં છે એ પણ આ દેવ-. ધિંગણી ક્ષમાશ્રમણની અગમચેતીનું જ ફળ છે.
૧૧. વિવા-સુય અંગ (વિપાકથત) – જેમાં ૨ સ્કંધે, ૨૦ અધ્યયને, ૨૦ કથાઓ અને ૧૨૫૦ શ્લેકપ્રમાણ ગદ્ય રચના છે.
જેમાં કરેલા પાપનું પરંપરાએ શું ફળ મળે છે? અને કરેલા ધર્મનું પરંપરાએ શું ફળ મળે છે? તેને સ્પષ્ટ કરતી ૨૦ કથાઓ છે. એટલે કે મૃગાપુત્ર, ઉજિઝતક, અભગ્નસેન, શકટ, બહસ્પતિ, નંદિવર્ધને ઉંબરદત્ત, શૌરિદત્ત, દેવદત્તા, અંજૂ, સુબાહુ, ભદ્રનંદી, સુજાત, સુવાસવ, જિનદાસ, વૈશ્રમણ, મહાબળ ભદ્રનંદી, મહાનંદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org