________________
૪૦૪
જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ પછીના આચાર્યોએ તેને પણ ભાષ્ય, ચૂર્ણિ અને ટીકાઓ વડે વધુ સુપાક્ય બનાવ્યું છે. આ આચાર્ય વિકમની પાંચમી સદીમાં થયા છે. આ ચંદ્રષિ મહત્તર:
આ ચંદ્રષિ મહત્તરે પૂર્વકૃતના આધારે “પંચસંગ્રહ” ગ્રંથ બનાવ્યા છે, જેમાં ૧. શતક, ૨. સપ્તતિકા, ૩. કષાયપ્રાકૃત, ૪. સત્કર્મ, અને પ. કમપ્રકૃતિ; એમ પાંચ વસ્તુઓને સંગ્રહ છે, તેથી તેનું નામ “પંચસંગ્રહ રાખવામાં આવ્યું છે. તેની ગાથા ૯૬૩ છે, ભાષા પ્રાકૃત છે, ૯૦૦૦ લેકપ્રમાણની તેની ટીકા પણ પિતે જ બનાવી છે. ટીકામાં પિતે “સપ્તતિકાને દષ્ટિવાદના નિચોડ તરીકે ઓળખાવી છે. આ આચાર્યને સમય વિકમની ત્રીજીથી પાંચમી સદી મનાય છે. વાચક શ્રીસંઘદાસગણું મહત્તર
શ્રીસંઘદાસગણીએ ગદ્ય પ્રાકૃત ભાષામાં “વસુદેવહીડી બનાવ્યું છે, જેમાં કૃષ્ણ વાસુદેવના પિતા વસુદેવનું ચરિત્ર છે. કથાસાહિ ત્યમાં સૌથી પ્રાચીન અને આધારભૂત આ ગ્રંથ છે, તેને પ્રથમ ભાગ મળે છે. તેમણે “બ્રહકલ્પ” ઉપર લઘુભાષ્ય ગ. ૭૬૦૦ અને કલ્પભાષ્યના અંગરૂપ મનાતા પંચકલ્પ ઉપર મહાભાષ્ય ગા. રપ૭૪ રચ્યું છે. આ મહત્તર વિક્રમની ચોથી સદીમાં થયા છે. ધર્મસેનગણું મહત્તર:
શ્રીધર્મસેનગણી મહત્તરે “વસુદેવહીંડીને બીજો ભાગ બનાવ્યા છે. સંભવ છે કે તેઓ શ્રીસંઘદાસગણું મહત્તરના શિષ્ય હાય અને ગુરુજીનું અધૂરું કામ તેમણે પૂરું કર્યું હોય
* વસુદેવ હીંડી, આ૦ હરિભદ્રસુરિત તત્ત્વાર્થવૃત્તિ, સંસાદાવાનલસ્તુતિ, દિગમ્બરીય મહાપુરાણ, જયધવલા, કાદરી, કાદંબરીની ટીકા શ્રીપાળ રાસ વગેરે ઘણું ગ્રન્થ એવા છે કે જેને બનાવનાર ગુરુ-શિષ્ય, વૃદ્ધ-લઘુ કે, પિતા પુત્રનાં યુગલે છે. તે દરેકમાં સૌથી પહેલે વસુદેવહી ડી હશે, એમ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org