________________
ત્રેવીસમું] આ દેવાનંદસરિ
૩૯૫ મો, શુગે, બેકિત્રયાના યવને તથા ઈરાની શાહિએ, વિકમ પછી ગર્દભિલેએ, વિ. સં. ૧૩૫ થી ૪૪૫ સુધી ક્ષત્રપ તથા ત્રિકુટેએ, સં. ૪૪પ થી પ૬૦ સુધી ગુપ્તાએ, સં. ૧૫૫ થી ૮૨૫ સુધી વલભીવંશી મૈત્રકેએ અને ત્યાર પછી પ્રતિહાર તથા ચાવડા વગેરેએ ગુજરાત-સૌરાષ્ટ્ર પર શાસન કર્યું છે.
ક્ષત્રપને સળંગ ઈતિહાસ મળતું નથી, તેઓની રાજધાની સંભવતઃ પહેલાં ઘૂમલીમાં અને પછી ઉજજૈનમાં હશે. તેઓ સૂબે નીમી કાઠિયાવાડ પર હકુમત કરતા હતા, એમ ગિરનારની ખડકને લેખ જણાવે છે.
ક્ષત્રપના સિકકાઓ પરના આંકડાઓ તથા ખિતાબેના આધારે તેઓની સાલવારી તથા રાજ્યતંત્રનક્કી કરી શકાય છે. તે આ પ્રમાણે –
ચષ્ટનવંશી ક્ષત્રપે શક સં. ૧૯૮ સુધી બહુ બળવાન હતા, કેમકે રુદ્રસેન બીજા સુધીના દરેક ક્ષત્રપ રાજાઓ પિતાને “મહાક્ષત્રપ” તરીકે ઓળખાવે છે. તેઓ શાકે ૧૮ થી ૨૪૦ સુધી નબળા પડ્યા અને બીજાના ખંડિયા પણ બન્યા હતા, કેમકે તે દરમ્યાન થયેલ વિશ્વસિંહ, તેને ભત્રીજો બીજે વિશ્વસિંહ, તેને કાકાઈ, ભાઈ બીજે રુદ્રસિંહ અને તેને પુત્ર યશદામા પિતાને માત્ર
ક્ષત્રપ” તરીકે સંબોધે છે. શાકે ૨૪૩ થી ૩૧૦ માં થયેલ ક્ષત્રપે પુનઃ બળવાન બન્યા છે, કેમકે સ્વામી રુદ્રદામાને પુત્ર ત્રીજે રુદ્રસેન અને સ્વામી સત્યસેનને પુત્ર એ રુદ્રસેન પિતાને મહાક્ષત્રપ તરીકે જાહેર કરે છે. જો કે આ છેલા રાજાઓ ક્ષત્રપ હતા પણ તેઓ ચષ્ટનવંશના સીધા વારસદાર ન હતા. તેમના રાજ્યની સરહદ નાની બની ગઈ હતી, આથી અનુમાન થાય છે કે તે પહેલાં ક્ષત્રપરાજ્યના વિભાગે થઈ ગયા હશે અથવા બીજાઓએ તેઓના પ્રદેશે બાવ્યા હશે પણ તેઓ સ્વતંત્ર હતા એટલે “મહાક્ષત્રપ” લખાતા હતા. ચેથા રુદ્રસેનને ભાણેજ સિંહસેન અને સ્કંદ શાકે ૩૧૦ પછી સૌરાષ્ટ્રના રાજા થયા છે પણ તેઓ ગુપ્તસમ્રાટ સમુદ્રગુપ્ત અને બીજા ચંદ્રગુપ્તના ખંડિયા બની ગયા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org