________________
૩૯૨ જૈન પરંપરાને ઈતિહાસ
[ પ્રકરણ આ સિવાય પં. વિજયવિમલની “ગચ્છાચાર ટીકા” અને હિમવંત થેરાવલી' માં પણ આ વાચના ઉલ્લેખ મળે છે. આ
હિમવંત-થરાવલીના અને સંસ્કૃત પાઠ છે કે –
“આ૦ સ્કંદિલ, જે ઉત્તર મથુરાના વતની જેનધમી બ્રાહ્મણ મેઘરથ અને રૂપસેનાના સમરથ નામે પુત્ર હતા. તેમણે બ્રહ્મદ્વિપી. શાખાના આ૦ સિંહના ઉપદેશથી વૈરાગ્ય પામી દીક્ષા લીધી અને અનુક્રમે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. એકવાર બાર વર્ષને દુકાળ પડતાં ઘણું જેન શ્રમણોએ વૈભારગિરિ ઉપર અને કુમારગિરિ ઉપર જઈ અનશન કર્યું. આથી જિનપ્રવચનના આધારભૂત એકાદશાંગીને વિચ્છેદ થયાને પ્રસંગ ઊભે થે. એટલે આ સ્કંદિલસૂરિએ વિ. સં. ૧૫૩ માં ઉત્તર મથુરામાં શમણુસંધ મેળવી પિતાના ગુરુભાઈ આ૦ મધુમિત્ર, તેના શિષ્ય આ૦ ગંધહતિ વગેરે ૧૨૫ સ્થવિરોના સહકારથી એકાદશાંગીને વ્યવસ્થિત કરી. આ જ સમયે આ૦ ગધહસ્તિઓ અંગે પર નિર્યુક્તિને અનુસરતાં વિવરણ બનાવ્યાં, અને પોતે રચેલ ‘તત્વાર્થસૂત્ર ઉપર ૮૦૦૦૦ કલેકનું મહાભાષ્ય રચ્યું. તેમને ત્રણ પૂર્વનું જ્ઞાન હતું. આ વાચના “માઘુરીવાચના” તરીકે ઓળખાય છે. મથુરાના ઓસવાળ શ્રાવક પોલાકે આ અંગે વિવરણ અને ગંધહસ્તિ મહાભાષ્ય તાડપત્ર ઉપર લખાવી મુનિઓને વાંચવા માટે આપ્યાં, આ૦ સ્કંદિલસૂરિ વિ. સં. ૨૦૦ માં મથુરામાં જ અનશન કરી સ્વર્ગે ગયા.”
આ લખાણ ઉપરથી આ સ્કંદિલસૂરિની જીવની ઉપર સારે પ્રકાશ પડે છે. તેમણે આગમવાચના કરી, એ તે ઐતિહાસિક સત્ય છે પરંતુ આમાં આપેલા સંવતે વિકમના છે? ગુપ્તના છે ? કે અન્યના છે ? તે સમજાતું નથી. બ્રહ્મદ્વિપશાખાના આ૦ સિંહને તેમના દીક્ષાગુરુ બતાવ્યા છે, કિન્તુ “કલ્પસૂત્રની સ્થવિરાવલીમાં ૩૩. આ સિંહસૂરિ, ૩૪. શ્રાવકગેત્રીય આ૦ ધર્મસૂરિ અને ૩૫. આ સંડિલ્યસૂરિક એમ પરંપરા છે. એટલે તેઓ તે આ સિંહના વિદ્યાશષ્ય હાય, એ બનવાજોગ છે.
આ
શ્લોક
ફીવાદના”
, વિવરણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org