________________
ત્રેવીસમું]. આ દેવાનંદસૂરિ
૩૮૩ એક રાજા થયે, આના સમયમાં મલેચ્છાએ આક્રમણ કરી વલભીપુરને નષ્ટ કરી દીધું હતું. રાજા શિલાદિત્યના સંબંધમાં એક દંતક્યા કર્ણચર થાય છે. ખેડાના વેદજ્ઞ બ્રાહ્મણ દેવાદિત્યની કન્યા વિધવા સુભગાએ સૂર્યના સોગથી એક બાલક તથા એક બાલિકાને જન્મ આયે. વલભીના વતનીઓ આ બાળકને ગુપ્ત નામથી બોલાવતા હતા. ગુપ્ત સૂર્યદેવની સહાયથી માત્ર પથ્થરના ટુકડાઓ મારી મારી પિતાના વિરોધીઓને પરાજિત કર્યા અને રાજાને હરાવી વલભીનું રાજ્ય કબજે કર્યું, ત્યારથી તેનું શિલાદિત્ય એવું બીજું નામ પડ્યું. આ રાજા સૂર્યકુંડમાંથી મદદ મેળવી શકતું હતું પરંતુ
પ્લે આવ્યા ત્યારે તેને મદદ મળી નહીં, એટલે તે મૃત્યુ પામ્ય અને વલભી મ્લેચ્છના હાથમાં જઈ પડ્યું. (રાજસ્થાનને ઈતિહાસ’ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય પ્રકાશિત)
ભા. ૧, અધ્યાય ૧, પૃ. ૧ થી ૬) શિલાદિત્યના વંશજો ગિહત, ગુહિલેત, વાલકરાજ, અહાડિયા, સદિયા ઈત્યાદિ નામથી ઓળખાય છે.
(“રાજસ્થાનને ઇતિહાસ” પરિશિષ્ટ, ૨, અ. ૭મે) મહેદય ટેડ સાહેબને લખાણના ઉક્ત ફકરાઓ પરથી સ્પષ્ટ છે કે સૂર્યવંશી રાજા કનકસેન વિ. સં. ૨૦૦માં થયો છે. તેની ચેથી પેઢીએ વિજયસેન અને આઠમી પેઢીએ શિલાદિત્ય રાજા થયે છે. કહેવાની જરૂર નથી કે આઠ પેઢીમાં લગભગ ૨૦૦ વર્ષ જાય એ લેખે શિલાદિત્યને સમય વિ. સં. ૪૦૦ લગભગમાં આવે.
આ. શિલાદિત્યથી મિત્રવંશ, ગોહિલવંશ અને સીસોદિયા એમ અનેક શાખાઓ નીકળી છે.
૧. મિત્રવંશ—શિલાદિત્ય સૂર્યને પુત્ર છે. સૂર્યનું બીજું નામ “મિત્ર” છે. એટલે શિલાદિત્યના વંશજો “મૈત્રક” તરીકે ઓળખાતા હતા. મૈત્રકે ગુપ્ત રાજાઓના શાસનકાળમાં સેનાપતિના હોદ્દા પર હતા અને સેનાપતિ ભટ્ટારકથી વલભીને રાજાઓ બનેલ છે. આ વંશનું બીજું નામ વલભીવંશ છે, જેની રાજાવલી આ પ્રમાણે છે:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org