________________
અણધર શ્રીસામણવામી ૮. આ. કસૂરિ. ૯. આ દેવગુપ્તસૂરિ. ૧૦. આ સિદ્ધસૂરિ
૧૧. આ રત્નપ્રભસૂરિ (બીજા)–આ આચાયે વીર સં. ૨૨૦ માં ઘણા ઓસવાલોને જૈને બનાવ્યા, એ વહીઓમાં ઉલેખ મળે છે.
૧૨. આ યક્ષદેવસૂરિ (બીજા).
૧૩. આ કસૂરિ–આસિયાના શેઠ લૂણદહીની જમીનમાંથી જે દેવાધિષ્ઠિત પ્રતિમા લઈ આવ્યા હતા તે પ્રતિમાને બતાવેલ મુદત પહેલાં જમીનમાંથી કાઢતાં છાતી ઉપર બે લીબુ જેવી ગો રહી ગઈ હતી. વીર સં. ૩૭૩ માં આસિયાના યુવકોએ તે બને ગાંઠને બેઠાવવા માટે સલાટે પાસે ટાંકણું કરાવતાં તેમાંથી એકદમ લેહીની ધાર વહેવા લાગી. આ. કકસૂરિએ સંઘની વિનતિ થતાં મંડોવરથી અહીં પધારી મૂળ પ્રતિષ્ઠાને ભંગ થયો જાણ આશાતના દૂર કરવાને વિધિ કરાવ્યું, તે આ પ્રમાણે ૮ અઠ્ઠાઈ મહોત્સવ ચાલુ કર્યો. આચાર્ય મહારાજે તથા શ્રીસંઘે અઠ્ઠમ કર્યો. ત્રીજે દિવસે પ્રભુની જમણી બાજુએ ૧ તાતે, ૨ બાફણ, ૩ કાવર, ૪ વલહીલ, ૫ શ્રીપાળ, ૬ કુલહ૮, ૭ મોરિય, ૮ વીરહટ, ૯ શ્રેષ્ઠી અને ડાબી બાજુએ ૧૦ સંતી, ૧૧ આઈચણા, ૧૨ ભૂરા, ૧૩ ભાદ્ર, ૧૪ ચિંચટ, ૧૫ કુંભર, ૧૬ કનેજિયા, ૧૭ ડિંડુભ અને ૧૮ લઘુ શ્રેષ્ઠી એ અઢાર વના વડેરાઓએ ઊભા રહી બલિ-બકુલા કરીને પાણું, દહીં, દૂધ, ઘી, શેરડીનો રસ અને સવૈિષધિ જળના કળમો વડે પ્રભુને મોટે નાત્રાભિષેક કર્યો. - જ્ઞાનીએ તે જાણી ચૂક્યા હતા કે મૂળ પ્રતિષ્ઠાને ભંગ થયે છે. આથી આ નગરમાં હવે કલેશ-કંકાસ વધશે, ધન-ધાન્ય ઘટશે અને નગરને પણ નાશ થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org