________________
પ્રકરણ તેરમું
આર્ય વજસ્વામી जातिस्मृतिर्जुम्भकदत्तविद्ये, श्रासंघवात्सल्यमनीहता च । यस्मिन्नतुल्यान्यभवंस्ततोऽभूद्, विभुः स वजी दशपूर्ववेदी ॥८॥
[ ગુરુપર્વક્રમ, ૦ ૮] " આ૦ સિંહગિરિજીની પાટે મહાન પ્રભાવક યુગપ્રધાન અજેડ શાસક આ વાસ્વામી થયા છે.
તેમનાં વીર સં. ૪૯૬માં જન્મ, સં૦ ૫૦૪ માં દીક્ષા, સં. ૫૪૮ માં યુગપ્રધાનપદ, સં૦ ૫૮૪ માં સ્વર્ગગમન થયાં છે.
તેમનું જન્મસ્થાન માળવા દેશનું તુંબવન ગામ છે. પિતાનું નામ ધનગિરિ, માતાનું નામ સુનંદા. ધનગિરિ મુનિઓના ઉપદેશથી વૈરાગ્યવાળો થયા હતા અને દીક્ષાની ભાવનાવાળો હતે પરંતુ સુનંદા મનથી ઈચ્છિત વરરૂપે ધનગિરિને વરી ચૂકી હતી એટલે સુનંદાના પિતા ધનપાલે બહુ આગ્રહ કર્યો અને ધનગિરિ સુનંદાને પરણ્ય, સુનંદાના ભાઈ સમિતે આ સિંહગિરિ પાસે દીક્ષા લીધી હતી, સુનંદા ગર્ભવતી બની એટલે ધનગિરિએ પણ પત્નીને સમજાવી સંમતિ મેળવી આ સિંહગિરિ પાસે દીક્ષા લીધી.
પાછળથી સુનંદાએ તેજસ્વી પુત્રને જન્મ આપે છે. બાળકને જાતિસમરણ જ્ઞાન થયું છે, બાલક જ્ઞાનથી પિતાની દીક્ષા જાણ માતાને રડી રડીને હેરાન કરે છે, થોડા સમયમાં જ આ સિંહગિરિજી પિતાના શિષ્ય પરિવાર સહિત તુંબવત ગામમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org