________________
૨૫ર
જૈન પરંપરાને ઈતિહાસ [પ્રકરણ રાજાએ આ મહાન સૂરિપુંગવને બહુ જ માન અને ભક્તિથી જતા, અને ભક્તિના આવેશમાં સૂરિજીને રાજસિંહાસને પણ બેસા ડતા હતા. સૂરિજી પણ રાજપાલખીમાં બેસીને રોજ રાજસભામાં જતા વિદ્યાવિનોદ, ધમાષ્ટિ, અને ધમપદેશ પણ ચાલતું હતું અને જૈન ધર્મનો પ્રચાર વધતું જતું હતું.
એમના ગુરુજી શ્રીવૃદ્ધવાદિસૂરિજીને આ સમાચાર મળ્યા, અરિજીને શાસનપ્રભાવના સાંભળી હર્ષ થશે, તેમજ પાલખીમાં બેસવું વગેરે સાંભળીને દુખ પણ થયું. પછી તે વાવૃદ્ધ સૂરિપુંગવ વૃદ્ધવાદિસૂરિજી ઉજજેન આવ્યા. તેમણે યુક્તિ કરીને શિષ્યની પાલખી ઉપાઠી, કિન્તુ વૃદ્ધાવસ્થાને લીધે પાલખી બરાબર ઉપડતી ન હતી, તેમ ચલાતું પણ ન હતું. અંદર બેઠેલા સિદ્ધસેન દિવાકરે પાલખીને ડગમગતી જઈને પૂછ્યું કે
મૂજિતમત્તા જા, પિં તલ વાતિ?! ગુરુજીએ તરત જ મીઠે ઉત્તર વાળે કેन तथा बाधते स्कन्धः, यथा बाघति बाधते ॥
સિદ્ધસેન આ સાંભળી ચમક્યા, તેમને પોતાના બોલવામાં થયેલી ભૂલ ખ્યાલમાં આવી, અને સાથોસાથ એમ પણ થયું કે “મારી આવી ભૂલ કાઢનાર મારા ગુરૂજી જ હોય.” તરત જ તેમણે પાલખી રેકી નીચે ઊતરી જોયું. ચોથા ભેઈના સ્થાને સાક્ષાત્ ગુરુજી જ હતા. હવે તે તરત ગુરુજીને ચરણે નમી પડયા, પાલખી મૂકી દઈ પગપાળે ઉપાશ્રયમાં આવ્યા અને શરમના માર્યા કંઈ બોલ્યા–ચાલ્યા વિના બે હાથ જોડી ગુરુજીની સામે ઊભા રહ્યા. ગુરુજીએ પણ ઉદારતા દાખવી તેમને વાત્સલ્યભાવે ઉપદેશ આપે અને આદર્શ સાધુજીવન ગાળવા પ્રેયો, બસ! સિદ્ધસેન. સૂરિ પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થઈ ત્યાંથી ચાલી નીકળ્યા
* પં. શુભાશીલ ગણી મહારાજા લખે છે કે, એકવાર ૩ઝકારપરના જૈનસંઘે શ્રીસૂરિજીને ફરિયાદ પહોંચાડી કે, અહીંના બ્રાહ્મણે અમને જિનમંદિર બાંધવા દેતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org