SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૨ જૈન પરંપરાને ઈતિહાસ પ્રકરણ પાર્શ્વનાથની પ્રતિમાને સમુદ્ર કિનારે સ્થાપી હતી. નાગાર્જુને તે પ્રતિમાની સમક્ષ રસસિદ્ધિની સાધના કરી હતી. તે સિદ્ધ થતાં તે સ્થાને થાંભણ ગામ વસાવ્યું. પાછળથી આ અભયદેવસૂરિજીએ આ પ્રતિમાને પ્રગટ કરી થાંભણામાં સ્થાપી હતી. એકવાર ચાર પંડિતેએ રાજા સાતવાહનની સૂચના પ્રમાણે પ્રાચીન ઋષિઓના શાસ્ત્રોને સાર માત્ર એકેક ચરણમાં બનાવી પ્રતિષ્ઠાનપુરની રાજસભામાં જઈ આ પ્રમાણે રજૂ કર્યો. जीर्णे भोजनमात्रेया, कपिलः प्राणीनां दया। बृहस्पतिरविश्वासः, पाश्चाल: स्त्रीषु मार्दवम् ॥१॥ આય કષિ કહે છે કે, પહેલાં ખાધેલું પચે પછી બીજું ભોજન કરે. કપિલ કષિ કહે છે કે, પ્રાણુઓ ઉપર દયા છે. બહસ્પતિ કહે છે કે, કેઇને વિશ્વાસ ન કરે, અને પંજાબી પતિ કહે છે કે, સ્ત્રી પ્રત્યે મૃદુ વર્તન રાખે. આ સાંભળી રાજાએ તે પંડિતોને મોટું ઈનામ આપ્યું પરતુ તેઓએ જણાવ્યું કે, હે રાજન્ ! તારી રાજસભા અમારી પ્રશંસા કર તે જ ઠીક કહેવાય. ' ' રાજાએ પિતાની જોગવતી વારાંગનાને કહ્યું કે તું આ કવિઓના વખાણ કર. ગવતીએ ઉત્તર આપે કે, રાજન ! તે મહાગુણવાન સમર્થ ક્રિયાપાત્ર મહાકવિ આકાશગામી અને મહાવિદ્યાસિદ્ધ આ પાદલિપ્તસૂરિ સિવાય બીજાની સ્તુતિ કરતી જ નથી. મંત્રી શંકર આ સાંભળીને ઈષ્યોતુ બની કે તેઓ મહાણી તે જ કહેવાય કે મરીને જીવતા થાય. ભગવતીએ વિનય કર્યો કે, એ ગિવરમાં એ પણ સંભવે છે. * આ શેઠને સમુદ્રમાંથી ૩ ભવ્ય જિનપ્રતિમાઓ મળી હતી. તે પૈકીની એક ભ. પાશ્વનાથની ચારૂપતીર્થમાં, બીજી ભ. અરિષ્ટનેમિની ગુજરાત પાટણમાં, અને ત્રીજી ભ. પાર્શ્વનાથની ખંભાતમાં આજે વિદ્યમાન છે. * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy