SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ અગિયારમું ] આ૦ શ્રીન્નિસરિ છે. પછી આચાર્યશ્રીએ શિષ્યને પૂછયું. તેણે ગંગાકાંઠે જઈ બધાને પૂછ્યું, જાતે ખાતરી કરી જોઈ અને પછી આવીને કહ્યું, ગંગા પર્વમુખી વહે છે. આ પ્રસંગને સૂચવનારી ગાથા “વિશેષા. વશ્યકભાષ્ય'માં નીચે પ્રમાણે મળે છે? निवपुच्छीएण भणिओ, गुरुणा गंगा कुओमुही वहइ । संपाइयव्वं सीसो जह तह सव्वत्थ कायव्वं ॥ ॥ મુડ રાજાએ તે સૂરિની વિદ્વત્તા અને બુદ્ધિની ચમત્કારિતાની ઘણી વાર પરીક્ષા કરી હતી. ૧. રાજાએ એકવાર તાંતણાઓથી બારીક રીતે ગૂંથેલે એક સૂતરને દડે સૂરિજી પાસે મેક, અને કહેવરાવ્યું કે આને છેડે શોધી આપે. સૂરિજીએ દડે જોઈ આને મીણથી જોડી દીધેલ છે, એટલે છેડે એમ નહિ મળે, એમ સમજી તે દડાને ગરમાગરમ પાણીમાં નંખાવ્યો. થોડી જ વારમાં મણ ઓગળ્યું, છે જુદો પડી ગયે. રાજા આ જોઈ પ્રસન્ન થયે. ૨. રાજાએ એક ઝાડની લાકડી લઈ તેને બરાબર સરખી કરીને મોકલી, અને પુછાવ્યું કે આનું મૂળ કઈ બાજુ છે? સૂરિજીએ જોયું કે લાકડી બને બાજુથી એક સરખી અને ગળ છે. તેમણે એને પાણીમાં મુકાવી, તેને મૂળનો ભાગ ભારે હોવાથી ડૂબવા લાગ્યું, એટલે સૂરિજીએ કહ્યું કે આ બાજુ મૂળ છે. ૩. એક ચારે બાજુએ સરખી એવી ડબ્બી મોકલી અને પૂછયું કે આનું ઢાંકણું કઈ તરફથી છે? સૂરિજીએ જોયું કે ડબ્બીને આકાર ચારે તરફથી સરખે છે એટલે એને ગરમાગરમ પાણીમાં નાખી કે એને લેપ ઉખડો અને મોટું ખુલી ગયું. બાળ સુર્ય જેવા તેજસ્વી સૂરિપુંગવે એક વાર એક દેરીને ગૂંથેલે દડે બનાવી રાજસભામાં મોકલ્યા કે આને છેડે કઈ તરફ છે તે બતાવે. રાજસભાના પંડિત સભ્યએ ઘણા ઘણું પ્રયતને કર્યો પણ એ બધા પ્રયત્નો અફળ ગયા, પછી દક્ષ અને અને ચતુર બાળ સુરિવારે ત્યાં પધારી એક પળવારમાં જ છેડે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy