________________
૨૧૮ જૈન પરંપરાને ઇતિહાસ પ્રિકરણ
આથી સ્પષ્ટ છે કે કલિંગદેશ જૈનધર્મની પ્રાચીન કેંદ્રભૂમિ છે.* * આવી રીતે આ પ્રતાપી અને મહાન શાસનપ્રભાવક જેનધમી મહારાજા ખારવેલ ઈ. સ. પૂર્વે બસમાં કલિંગ દેશમાં ( શ્રીનિર્મળકુમાર બસ્ લખે છે કે, ભુવનેશ્વરનું સ્થાપત્ય એક અને અજોડ છે, આપણે અહીંના પ્રાચીન ઈતિહાસ માટે ઘણું અજ્ઞાન છીએ. ભુવનેશ્વરના લિંગરાજ મંદિરથી અગ્નિખૂણે પકિ માઈલ પર ધવલી પહાડ છે, ત્યાં અશોક શિલાલેખ છે. બીજી દિશામાં પાંચેક માઈલ પર ખંડ ગિરિ અને ઉદયગિરિ છે, ત્યાં સમ્રાટ ખારવેલના શિલાલેખ છે, આમ હવા છતાં ખાસ ભુવનેશ્વરમાં કઈ પુરાતન વસ્તુઓ મળતી નથી; જે સંબંધે શધળની આવશ્યકતા છે. ઐતિહાસિકદષ્ટિએ ભાસ્કરેશ્વરનું મંદિર વધારે કીમતી છે. તેનું સ્થાપત્ય વિચારીએ તો રેખમંદિર કે ભદ્રમંદિરની કક્ષાનું આ મંદિર નથી. વિશેષ રીતે જોઈએ તો નક્કી છે કે, શિવલિંગ મોટું છે, તેને ઢાંકવા માટે શિપમર્યાદાને તેડી પ્રસ્તુત મંદિર ઊભું કરવામાં આવ્યું હોય એમ લાગે છે. શિવલિંગ ૪ ફુટ પહેલું અને ૮ ફૂટ ઊંચું છે, પણ ગૌરીપટ્ટની લંબાઈ સાથે તેને મેળ ખાતે નથી. શિવલિંગ અને ગૌરીપદના પથ્થરે પણ જુદી જુદી જાતના છે. આથી રાજેકલાલ મિત્ર જણાવે છે કે, પ્રથમ અહીં અશકને સ્તૂપ હતા, તેને હઠાવી પ્રસ્તુત લિંગ સ્થપાયેલ છે અને તેની ઉપર મંદિર ઊભું કરવામાં આવેલું છે. રામેશ્વરના મંદિર પાસે અશોક કુંડ ઉપર સ્તંભનો ઉપલો ભાગ છે. અમને એક ફુ દતાં એક બુદ્ધદેવની અને બીજી જૈન તીર્થકરની મૂર્તિ મળી હતી. ભાસ્કરેશ્વરનું લિંગ પ્રાચીન કાળે અશકને રૂપ હશે એમ નકકી મનાય છે. ત્યાંથી મળેલ મૂતિઓનું શિ૯ ૫ બરાબર ઉદયગિરિની રાણીગુફાને મળતું આવે છે. મંદિરની ઉત્તરમાં ગિરિગુફાઓ છે. ત્યાં બે જૈનમૂર્તિએ જોવામાં આવી. અહીં ઘણી પ્રાચીન વસ્તુઓ ભગંભમાં ધૂળમાં દટાયેલ છે. વિશેષ પ્રયત્ન કરવામાં આવે તે અહીંથી ઘણુ સત્ય પ્રકટ થશે. ભુવનેશ્વરનું સ્થાપત્ય નવમીથી બીજી સદીના મધ્યનું છે. પરંતુ આવું શિપ કયા ગ્રંથમાં બતાવ્યું છે તે શોધવાની જરૂર છે. મહાનંદના બન્ને કાંઠે સૌનપુર, બૌદ, નરસિંહપુર વગેરે રાજ્યોના પ્રાચીન મંદિરની રચના ભુવનેશ્વરને મળતી આવે છે. (પ્રવાસી બં, સં. ૧૩૪૧ વૈશાખને અંક પૃ૦ ૩૫ થી ૪૦
જૈન સત્ય પ્રકાશ 'મક ૧૪a)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org