________________
આઠમું ] આર્ય મહાભિરિ અને આર્ય સુહસ્તિસરિ ૨૦૦૯ પણ તે પ્રતિમા મૂળનાયકથી નાની હતી, નાનું બાળક હેય તેવી લાગતી હતી.
આથી ભલે તેને ચેલ્લણ દેવ તરીકે ઓળખવા લાગ્યા. અને સિંહગુફાપલી પણ ઢીંપુરી તરીકે પ્રસિદ્ધ થઈ
વંકચૂલે ચારે પ્રતિજ્ઞાઓનું પાલન કર્યું હતું અને તેથી તેને પિતાને અનુક્રમે ૧ જીવ બચ્ચે ૨ પુષ્પચૂલાને જીવ બળે, ૩ ઉજજૈન માં રાજસન્માન કર્યું અને ૪ બારમો દેવલેક મને એમ લાભ પ્રાપ્તિ થઈ હતી. આ રીતે વંકચૂલે આ તીર્થની સ્થાપના કરી છે.
આ જિનપ્રભસૂરિ કહે છે કે-ઢીંપુરી તીર્થ આજે વિદ્યમાન છે અને ત્યાં એ બને પ્રતિમાઓની યાત્રાને મેળે ભરાય છે. તે સેનાને રથ અને તે પ્રતિમાજી પણ નદીમાં ગુપ્ત છે. એ માટે લેકવાયકા સંભળાય છે કે–એક બુ ધીવરને વહાણ થંભી જવાથી તપાસ કરતાં તે રથનીખીલી મળી હતી. તે તેને પિતાને ઘેર લઈ આવ્યું અને સેનાના રથને ઉઠાવી લાવવા મનસુબ કરવા લાગ્યો, પરંતુ એ રાતે તેને ઉંઘ ન આવી, ડર લાગે, અને મારી નાખવાના ભણકારા સંભળાયા. એટલે તે સવારે વહેલે ઊઠી ખીલીને જ્યાંથી લાવ્યું હતું ત્યાં મૂકી આવ્યા અને સુખી થશે. વળી, કેઈ મુસલમાન, ભગવાન પાર્શ્વનાથની પ્રતિમાને તેડવા આવ્યું હતું તેને હાથ જ ત્યાં થંભાઈ ગયો. આ પ્રમાણે ત્યાં ઘણું ચમત્કાર થાય છે. (વિવિધતીર્થ કલ્પ)
માલધારી આ રાજશિખરસૂરિ લખે છે કે–આજે પણ સકલ સંઘ તે જ ઢીંપુરીમાં ભગવાન મહાવીર સ્વામી તથા ચેલણ પાશ્વનાથની યાત્રા પૂજા અને ઉત્સવો કરે છે.
(વિ. સં. ૧૪૦૫ “ચતુવિંશતિપ્રબંધ) આ રીતે ઢીંપુરી એ પ્રાચીન તીર્થ છે, જે આજે સંભવતઃ માળવામાં ચંબલ નદીને કાંઠે ધુમ્બારની ગુફા પાસે ચંદ્રાવતીના ખડેર તરીકે વિદ્યમાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org