SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ બાબુ ! આ મહાભિરિ અને આર્ય સુહસ્તિસરિ ૨૦૭ ઘાઈ-માળવામાં બી. બી. એન્ડ સી. આઈ. રેલવેના રતલામ, નાગદા અને કેટાની વચ્ચે અક્ષાંશ ૨૪-૧૫, રેખાંશ ૭મા પર સુવાસરા Suvasra છે, ત્યાંથી સાતેક માઈલ દૂર ઘાસઈ Ghasoi ગામ છે તેની પાસે એક ચાર માઈલના ઘેરાવાવાળું સૂકું તળાવ છે. તેના કિનારે કેટલાયે દટાયેલ જૈન દેરાસર અને સમાધિ સ્થાનનાં અવશે ઊભાં છે. તે તળાવમાં તથા તેના કિનારે બે હજાર વર્ષ પહેલાનાં હજારો પ્રાચીન અવશે પથરાયેલાં છે, જેમાં કલાપૂર્ણ પ્રતિમાઓ, વિવિધ કેરણીવાળા થાંભલા, પથ્થરના ટુકડા, સેનાના ગધેલા સિકકા વગેરે અનેક વસ્તુઓ છે. આ સંશોધનથી મધ્ય ભારતમાં ચંબલ નદીને કાંઠે અને બીજી રીતે કહીએ તે પ્રાચીન દશાર્ણ દેશમાં આ પ્રાચીન જૈન સ્થાપત્યનો વધારે થયે છે* " ગજપદતીર્થ (પૃ. ૫૯), જીવિતસ્વામી (પૃ. ૨૦), વિદિશાભીસા, સચી (પૃ. ૭૬), ઉદયગિરિ (પૃ. ૭૭), ધૂમનારની ગુફાઓ, ચંદ્રાવતી, ઘાઈ, અને ઢીંપુરી તીર્થ એ દશાર્ણ દેશનાં પ્રાચીન જેને સ્થાને છે. હીંપુરી તીર્થ: વિમલયશા રાજાને સુમંગલા રાણથી પુપચૂલ અને પુષ્પચૂલા નામે પુત્ર પુત્રી હતાં. લોકો પુષસૂલને ખરાબ વર્તનના કારણે વંકચૂલ કહીને બોલાવતા. પિતાએ દેશવટો આપ્યાથી વંકચૂલ, તેની બહેન અને તેનો પરિવાર પહાડી ભીલેમાં જઈ વસ્યા. વંકચૂલે ત્યાં લૂંટફાટને ધંધો શરૂ કર્યો અને સિંહગુહાપટ્ટીનું રાજય જમાવ્યું. *Remnants of a ruined Jain temple and of Sam. adhi may still be seen there as evidence of Culture and great artistic excellence of people of those days. (BHARAT D. 81-7-50, જૈન સત્ય પ્રકાશ, ક્રમાંકઃ ૧૭૯) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy