________________
M
આઠમું:] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસૂરિ ૨૩
અવન્તિસુકુમાર બાલ્યો –ગુરુજી! આ વાત સત્ય છે. પ્રા! હું દીક્ષા લેવાને અત્યંત ઉત્કંઠિત છું પરંતુ સાધુસમાચારી: ચિરકાળ પાળવા અસમર્થ છું. તેથી હિમ્મત ધરીને પ્રથમથી જ અનશન સહિત દીક્ષા લઈશ. હું ધારું છું કે એમાં કષ્ટ અ૫ રહેશે. તે પ! આપ મને જકડી દીક્ષા આપે. .
સૂરિજી બોલ્યા-વત્સ! દીક્ષા લેવામાં ઢીલ ન કરીશ કિન્તુ તારા કુટુંબવર્ગની અનુજ્ઞા મેળવ. અવન્તિસુકુમારે ઘરે જઈ રજા માગી પરંતુ બંધુઓએ, માતાએ તેને રજા ન જ આપી, એટલે અવન્તિસુકુમારે સ્વહસ્તે જ લેચ કરી દીક્ષાને વેષ પહેર્યો અને પછી ગુરુ પાસે આવી વિધિપૂર્વક દીક્ષા સ્વીકારી
પછી તે ગુરુની આજ્ઞા લઈ મશાન ભૂમિમાં ગયા. રસ્તામાં તીક્ષણ કાંટા, કાંકરા અને પથ્થર લાગવાથી તેમના પગમાંથી લેહીનાં બિંદુઓ નીકળ્યાં. તેમણે ધીમે ધીમે ચાલતાં “કંથારિકા કુંડ ઝાડની નીચે જઈ અનશન સ્વીકાર્યું. આ વખતે એક શિયાલણ પોતાનાં બચ્ચાં સહિત આહાર શેધવા નીકળી હતી તે લોહીની ગંધથી ચાલતી ચાલતી જયાં અતિસુકુમાર હતા ત્યાં આવી. એણે અને એનાં બચ્ચાંઓએ અતિસુકુમારના પહેલા પહેરમાં અને પગ, બીજા પહેરમાં અને સાથળ, ત્રીજા પહોરે પેટ, તથા ચોથા પહેરે ઉપરનો ભાગ છે અને અવન્તિસુકુમાર મુનિ મૃત્યુ પામી નલિની ગુલ્મ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા.
સવારે ભદ્રા માતા અવન્તિસુકુમારની બત્રીસ વધૂઓ સાથે ગુરુ પાસે આવી. ગુરુવંદન કરીને ગુરુજીને પ્રેમથી પૂછયું કે, અવન્તિમુનિ કયાં છે?” સૂરિજીએ કહ્યું: “એ જ્યાંથી આવ્યો હતો અને એને જ્યાં જવું હતું ત્યાં તે ગમે છે. ભતા માતા અને પુત્રવધૂએ આ વૃત્તાંત સાંભળી એ સમશાન ભૂમિમાં ગયાં અને ત્યાં મુનિનું કહેવર જોઈ તેમણે કારમું ભયંકર રુદન કર્યું. આખરે બધાને વૈરાગ્ય રંગ લાગે છે, એક સગર્ભ પુત્રવધૂને બાકી રાખી પુત્રવધુઓ અને ભદ્રા માતા એ દરેકે દીક્ષા લીધી છે. '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org