SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ જૈન પરંપરાનો ઈતિહાસ પ્રમાણ સ્વસમવેદી, પરસમયના જાણુ, સર્વવિદ્યાવિશારદ, સમર્થ વ્યાખ્યાતા, વિસ્તૃત અનુયેગવાળા, બહુયશવાલા, મહાજ્ઞાની, ગણધરવાદને વિસ્તારથી સમજાવનાર, અનુપમ “વિશેષાવશ્યકના વિધાતા, “જિત દાનકલ્પ' સૂત્રના કર્તા, પરશાસ્ત્રનિપુણ, આદ સંયમી અને ક્ષમાશ્રમમાં એક નિધાન જેવા વગેરે વિશેષ આપ્યાં છે. તેમના પરિચય માટે આ વિશેષ સાર્થક છે અને ઉચિત પણ છે. એકંદરે વિક્રમની સાતમી સદીના ઉત્તરાર્ધના આ સમર્થ યુગપ્રધાન છે. * ૩૧. આ સ્વાતિસૂરિ–વીર સં. ૧૧૧૫ થી ૧૧૯૦. “દુસ્સમકાલસમણસંઘથય” અને “લેકપ્રકાશમાં આ આચાર્યને વાચક ઉમાસ્વાતિ તરીકે ઓળખાવ્યા છે પરંતુ આ આચાર્ય વાચક ઉમાસ્વાતિથી જુદા ત્રીજા સ્વાતિસૂરિ છે. આ આચાર્યો ચૌદશે પાખી વ્યવસ્થિત કરી હતી. આ માટે નીચે મુજબ બે ગાથાઓ મળે છે – बारसवाससएसु, पुण्णिमदिवसाओ पक्खियं जेण। चउद्दसी पढम पव्वं, पकप्पिरं साहिसूरिहि ॥२८॥ (“પટ્ટાવલી સમુચ્ચય' પૃ. ૧૯૬, “રત્નસંચય' ગા. ૨૮૦) बारसवाससपसुं, पन्नासहिपसुं वद्धमाणाओ । જલદ્રાવેલો, પવિત્ર વદરિÉિ (“વિચારણિ”) આ જ અરસામાં વાચક ઉમાસ્વાતિની ઉપમા આપી શકાય તેવા આ સિદ્ધસેનગણિ થયા છે, જેમને “મહાનિશીથસૂત્રની ઉદ્ધારપ્રશસ્તિમાં સિદ્ધસેન દિવાકર તરીકે નવાજ્યા છે. ૩૨. આ પુષ્પમિત્ર-વીર સં. ૧૧૦ થી ૧૨૫૦. - ૩૩. આ સંભૂતિ–વી.સં. ૧૨૫૦ થી ૧૩૦૦. આ જ અરસામાં મઢેરગચ્છના આ ભદ્રકીતિ યાને આ બપ્પભક્ટિ થયા છે, જે તે યુગના યુગપ્રધાન છે. ૩૪. મારસંભૂતિવી. સં. ૧૩૦૦ થી ૧૩૬૦. ૩૫. આ ધમરષિ-સ્વર્ગવાસ વીર સં. ૧૪૦૦. આ અરસામાં રાજગચ્છના આ૦ ધનેશ્વર મહાન પ્રભાવક થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001076
Book TitleJain Paramparano Itihas Vol 1
Original Sutra AuthorN/A
AuthorDarshanvijay, Gyanvijay, Nyayavijay
PublisherCharitra Smarak Granthmala
Publication Year1952
Total Pages729
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, Story, & E000
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy