________________
૧૮૮ જેન પરંપરાને ઈતિહાસ
પ્રિકરણ આ શેવિંદસૂરિ શરૂમાં કટ્ટર મિથ્યાત્વી હતા, પ્રકાંડ વાદી હતા અને જેનાચાર્યો સાથેના વાદમાં અનેક વાર હાર્યા હતા. પછી તેમણે જેને શાસ્ત્રો ભણ તેનું ખંડન કરવું, એવા દંભથી જૈન મુનિ બની પૂર્વે સુધીનું જૈન જ્ઞાન મેળવ્યું પણ તેનું પરિણામ એ આવ્યું કે તેઓ જિનવાણીના પ્રભાવે મિથ્યાત્વી મટી સાચા જૈનાચાર્ય બન્યા, અને વાચકપદે સ્થાપિત થયા. જિનવાણીને મહિમા અપાર છે. તેઓ વીર સં. ૯૦૦ પછી, વિદ્યમાન હતા. (શ્રાદદિનકૃત્ય ગા ૯૦ ટીકા પૃ. ૨૪૪)
૨૨. આભૂતદિન- તેમને યુગપ્રધાનકાળ વી. સં. ૯૦૪થી વી. સં. ૯૮૩ સુધી છે. તેમનું આયુષ્ય ૧૧૯ વર્ષનું હતું. તેઓ આ નાગાર્જુનસૂરિના શિષ્ય હતા, સોના જેવી દીપતી કાંતિવાળા હતા, બહુ દયાળુ હતા, તેમણે પઠન પાઠનને પૂબ ઉત્તેજન આપ્યું છે અને નાગેન્દવંશને શોભાવ્યું છે.
૨૩. આ લેહિત્યસૂરિ–તેઓ સૂત્ર અને અર્થના યથાર્થ ધારક હતા અને સાત ભંગીમાં નિષ્ણાત હતા.
૨૪, દુષ્યગણિ–તેઓ મધુર ભાષી હતા, સમર્થ વ્યાખ્યાતા હતા, સામાન્ય અર્થ અને વિશેષ અર્થના ભંડાર હતા. તેમનાં હાથ પગનાં તળિયાં કેમળ અને લક્ષણવાળાં હતાં તેમજ તેમના ચરણમાં અનેક જ્ઞાની પુરુષે મૂકી રહેતા હતા.
નંદીસુવ પટ્ટાવલી'માં આ સ્થાને પણ એક પ્રક્ષિસ ગાથા છે. જેમાં આ દુષ્યગણના વાસ્તવિક ગુણેની પ્રશંસા છે. કહ૫. સૂત્રમાં આ પંડિલના ગુરુભાઈની પરંપરામાં દેશી ગાણું ક્ષમાશ્રમણ બતાવ્યા છે, તે અને આ આચાર્ય એક હોય એમ લાગે છે.
૨૫. દેવવાચક–આચાર્ય શ્રીદેવગિણિ શ્રમાશ્રમણ જ વાચનાચાર્ય દેવવાચક છે. તેઓ આ શ્રીવાસ્વામીની એક શ્રમણ પરંપરાના ગણનાયક હતા અને વાચકવંશના વાચનાચાર્ય પણ હતા. (વિચારશ્રેણિ) આ કંદિલસૂરિએ કરેલી ચોથી માથુરીવાચનાના આગમને વારસે તેમની પાસે હતું. આ સમયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org