________________
૧૮૬ જૈન પરંપરાને ઇતિહાસ
પ્રિકરણ ૧૮. આ૦ સિંહસૂરિ – તેમને યુગપ્રધાનકાળ વી. સં. ૭૪૮ થી ૮૨૬ છે. તેઓ અચલપુરાના વતની હતા, બ્રહ્મદીપી શાખામાં દીક્ષિત થયા હતા, કાલિકશ્રતના પ્રખર વ્યાખ્યાતા હતા, ધીર હતા અને ઉત્તમ વાચનાચાર્યપદે આવ્યા હતા.
૧૯ આ૦ સ્કંદિલ–તેમનું નામ સમરથ હતું. તે મથુરાના રહેવાસી, ધ જૈન, બ્રાહ્મણ મેઘરથ અને રૂપરેખાના પુત્ર હતા. તેમણે આ વાસ્વામી અને આર્ય રથની પરંપરાના કાશ્યપ ગાત્રવાળા સ્થવિર આર્ય સિંહના ઉપદેશથી વૈરાગ્ય પામી આર્ય ધર્મ પાસે દીક્ષા લીધી હતી અને બ્રહ્મદીપિકા શાખાના આ સિંહસૂરિ વાચનાચાર્ય પાસેથી આગમ તથા પૂર્વનું જ્ઞાન મેળવી વાચકપદ પ્રાપ્ત કર્યું હતું. યુગપ્રધાનમંત્રના આધારે તેમનો વાચનાચાર્ય કાળ વીર સં. ૮૨૬ને છે. તેઓ તે સમયના સમર્થ વાચનાચાર્ય છે. આ અરસામાં સૌરાષ્ટ્રમાં બૌદ્ધધર્મ અને જૈન ધર્મમાં સંઘર્ષ ચાલ્યો, મધ્ય ભારતમાં હૂણે અને ગુપ્તનું ભયંકર યુદ્ધ થયું અને બાર વષ દુકાળ પડ્યો. એટલે જૈન મુનિઓની અને વિશેષતઃ કૃતધારાની સંખ્યા ઘટી ગઈ પરિણામે આગમન વિચહેદ થવાની સ્થિતિ આવી પડી. આ કટોકટીમાં વીર સં. ૮૩૦ થી ૮૪૦ લગભગમાં આ કંદિલસરિએ ઉત્તરાપથના મુનિઓને મથુરામાં અને આ૦ નાગાજીને દક્ષિણપથના મુનિઓને વલભીમાં એકઠા કરી જેથી આગમવાચના કરી અને જિનાગને પુસ્તકરૂપે લખ્યાં. આ રીતે મથુરામાં અને વલભીમાં બે પાડો તૈયાર થયા. હવે તે બન્ને પાઠ મેળવી એક ચક્કસ પાઠ નકકી કરવાનું બાકી હતું, પરંતુ કાળના પ્રભાવે તે ચોગ મળે નહીં એટલે તેઓએ તે વારસો પિતાના શિખ્યાને આપે.
દેવદ્ધિગણુ ક્ષમાશ્રમણ “નંદીસૂત્રની પટ્ટાવલીમાં વાચનાચાર્ય દિલની ખૂબ પ્રશંસા કરે છે અને કલ્પસૂત્રની “સ્થવિરાવલીમાં તેમનું નામ આપી તેમના ગુરભાઈ આર્ય જંબૂથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org