________________
આઠમું ] આ મહાગિરિ અને આર્ય સુહસ્તિસરિ ૧૭૯
આ૦ સુહસ્તિસૂરિને આવા તે અનેક શિષ્યો હશે પરંતુ આપણને આજે તેઓને ઈતિહાસ મળતું નથી. પ્રસિદ્ધ આર્યાએ:
આ૦ સુહસ્તિસૂરિને સાદી સમુદાય પણ વિશાળ હતું પરંતુ તેમાં ૧ ચક્ષા, ૨ યક્ષદિના, ૩ ભૂતા, ૪ ભૂતદિના, ૫ સેણા, ૬ વેણ, ૭ રણા એ સાત આર્યાએને પરિવાર મુખ્ય હતે. ત્રણ શિષ્ય પરંપરાઓ:
આ સુહસ્તિસૂરિથી ત્રણ પ્રકારની શ્રમણ પરંપરા ચાલી છે.
૧. ગણધર્વશ તેમના પાંચમા શિષ્ય આ સુસ્થિતસૂરિની શિષ્ય પરંપરા આજ સુધી ચાલુ છે, જેમાં થયેલ આચાર્યોનો પરિચય અનુક્રમે એકેક પ્રકરણમાં વિસ્તારથી આપવામાં આવ્યો છે.
૨. વાચકવંશ –આ. સુહરિતસૂરિ સુધીના આચાર્યો ગણનાયક હતા અને વાચનાચાર્ય પણ હતા, એટલે કે તેઓ ગણની તથા સંઘની સાર સંભાળ કરતા હતા. તેમજ શિષ્યને પઠનપાઠન પણ કરાવતા હતા-જિનાગમની રક્ષા કરતા હતા. પછીના આચાર્યોમાં એ સામર્થ્ય રહ્યું નહિ, એટલે ચારિત્રરક્ષાનું કાર્ય અને થતજ્ઞાનરક્ષાનું કાર્ય બે વિભાગમાં વહેંચાઈ ગયું અને ગણધરવંશ તથા વાચકવંશ-વિદ્યાધરવંશ જુદા પડ્યા. ગણધરવંશમાં તે સળંગ શિષ્ય પરંપરા આવે છે, જ્યારે વાચકવંશમાં એક પછી એક થયેલા કઈ પણ ગચ્છના સમર્થ વાચનાચાર્યની કાલના અનુક્રમવાળી નામાવલી આવે છે. આ. સુહસ્તિસૂરિ પછી આ મહાગિરિજીના શિષ આ. બલિસહસૂરિ વાચનાચાર્ય બન્યા છે. એમ વાચનાચાર્યની પરંપરા જાણવી. પછીના આચાર્યોમાં આ. વાસ્વામી ગણાચાર્ય અને વાચનાચાર્ય એમ બન્ને પદવીના ધારક હતા.
૩. યુગપ્રધાન પટ્ટાવલી –કાઈ ગણ શાખા કે કુલને ગણચાર્ય હોય કે વાચનાચાર્ય હોય પરંતુ તે ખાસ અમુક વિશેષ લક્ષણસંપન્ન હોય અને તે કાલે સંઘમાં પ્રધાન હેય તે યુગપ્રધાન મનાય છે. યુગપ્રધાન એક પછી એક અવશ્ય થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org