________________
સાતમું ] આ૦ શ્રીધૂલિભદ્રસૂરિજી
૧૬૭ બીજે દિવસે ચાણક્ય ત્યાં આવ્યો. સ્ત્રીને ઉદાસ જોઈને તેણે પૂછ્યું: “શું કેઈએ તારું અપમાન કર્યું છે કે જેથી તું આટલી બધી ઉદાસ છે?” ચાણક્યની સ્ત્રીએ બધી યથાર્થ બીના જણાવી. હવે ચાણક્યને એમ થયું કે હું ધન કમાઈ લઈએ તે ઠીક, એટલે તે પાટલીપુરમાં નંદરાજની સભામાં ગયે. અહીં નંદરાજાના નોકરોએ તેનું ભયંકર અપમાન કરી બચી ઝાલી તેને રાજસભામાંથી કાઢી મૂકો. ચાણકયે જતાં જતાં પ્રતિજ્ઞા કરી કે, જે નંદવંશનું જડમૂળથી નિકંદન ન કાઢું તે હું બ્રાહ્મણ નહીં.
બસ, પછી ચાણકય પંડિતે ચંદ્રગુપ્તને મેળ, બીજા ર જાઓને સાથા. એક વાર પરાજય પામીને નાસભાગ પણ કરી, પ્રાણાંત દુઃખ અને કષ્ટો સહ્યાં છતાં બધાને તરી ગયે અને આખરે વિજય મેળવ્યું. તેણે નંદવંશને સ્થાને મોર્યવંશ સ્થા, ચંદ્રગુપ્તને રાજ્યાભિષેક કર્યો અને પોતે ચંદ્રગુપ્તને મહામંત્રી બન્યો. તેણે અનેક યુદ્ધ લડી સામંતને જીત્યા, સિકંદર અને સેયુકસ જેવા પરદેશી વિજેતાઓને હરાવી સિંધુની પિલી મેર ભગાડવા અને કાબૂલ તથા કંદહાર વગેરેને હિંદ સાથે જોડી દીધા. ભારતવર્ષનું સહુ પહેલું સ્વતંત્ર સાર્વભૌમ રાજ્યતંત્ર ઊભું કરનાર આ મહામાત્ય ચાણક્ય હતે.
ચાણક્ય જેનધમ હતું. એણે ચંદ્રગુપ્તના સમય પહેલાં અને તે સમયે પડેલા બાર વર્ષ દુકાળમાં શ્રમણ સંઘની સુંદર સેવા કરી હતી. તેમજ ચંદ્રગું ને પણ અનેક યુક્તિઓથી બતાવી આપ્યું કે જૈન સાધુઓ સાચા ત્યાગી, સંયમી અને અકિંચન છે. તેઓ જ સત્ય ધર્મના ઉપદેષ્ટા છે. આખરે રાજા ચંદ્રગુપ્તને જૈનધર્મી બનાવ્યું. તેણે રાણીને ગર્ભ બચાવી લીધે, જે પાછળથી બિન્દુસાર નામે ઓળખાય છે. ચંદ્રગુપ્તના મૃત્યુ પછી તે રાજા થયો. બિન્દુસારને સુબધુ નામે બીજે મંત્રી હતું. એણે ઈષ્યોથી રાજાને ભરાવ્યું કે, તમારી માતાને ચાણયે મારી નાખી હતી. આની તપાસ કર્યા વિના બિન્દુસારે ચાણકયનું અપમાન કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org