________________
૧૫૬ જૈન પરંપરાનો ઈતિહાસ
[ પ્રકરણ વેશે અહીં આવે ત્યારે તેને આ સમાચાર મળ્યા. એ મહાબુદ્ધિમાન પંડિતે બુદ્ધિથી રસ્તે કાઢો. એક ઘાસની ઝુંપડીમાં છિદ્ર કરાવ્યું, નીચે દૂધથી ભરેલી થાળી રાખવામાં આવી, ચંદ્રનું પ્રતિબિંબ દૂધમાં પડે અને ગર્ભવતી સ્ત્રી જેમ જેમ દૂધ પીતી જાય તેમ તેમ ઉપર રહેલે ગુપ્ત આદમી છિદ્રને ઢાંતે જાય એટલે દૂધ પીનારી સમજે કે હું ચંદ્રને પી જાઉં છું. બસ, આ રીતે સંપૂર્ણ ચંદ્રપાન થયું. માતાને સંતોષ થયે. તેણે ચાણક્યને કહ્યું કે હું આ સંતાન તમને આપીશ. પછી સમય પર પુત્ર થતાં તેનું નામ ચંદ્રગુપ્ત રાખવામાં આવ્યું.
બાળક ચંદ્ર બહુ જ તેજસ્વી અને ચંદ્રમા જે સૌમ્ય હતે. એનામાં બચપણથી ભાવિ રાજાનાં લક્ષણે મૂર્તિમંત દેખાતાં હતાં. તે બાળક સાથે રમતાં રાજા બનતે, ન્યાયાધીશ બનતે, બાળકોને વિવિધ હુકમ આપતા અને એના કહેવા પ્રમાણે જ બધું થતું હતું. ચાણક્ય એકવાર ફરતો ફક્ત અહીં આવ્યા. એણે ચંદ્રગુપ્તને રાજા તરીકે રમતે જે અને તેની પાસે માગ્યું કે મને પણ કંઈક દાન આપી ચંદ્રગુપ્ત હુકમ કર્યો:
આ ગયે લઈ જાઓ.” ચાણક્ય છે: “એનો માલિક મારી પાસેથી તે ગાય લઈ જશે, મને એને ડર લાગે છે.” ચંદ્રગુપ્ત કહ્યું: “અરે! એમાં ડર શાને ? હું રાજા છું, તમને આપું છું ને? તમને ખબર છે “વીરાગ્યા વસુંધરા છે?” ચાણકય આ સાંભળી પ્રસન્ન થયો, તેના લક્ષણે જયાં, આકૃતિ જોઈ, એને લાગ્યું કે આ બાળક રાજા થવાને ચગ્ય છે. ચાણયે બાળક ચંદ્રગુપ્તને કહ્યું: “તું મારી સાથે ચાલ તને રાજ્ય અપાવું. તારા માબાપે તને જેને સેંગે છે તે હું જ છું.” બાળક ચંદ્રગુપ્ત માતાપિતાને કહ્યા સિવાય જ ચાણક્ય સાથે ચાલી નીકળે.
ચાણક્યનું એકવાર નંદીની સભામાં અપમાન થયેલું હોવાથી ચાણકયે પ્રતિજ્ઞા કરી હતી કે “હું નંદવંશને મૂળથી જ નાશ કરીશ.” ચાણુક નંદરાજથી અસંતુષ્ઠ થયેલા પહાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org