________________
૧૫૪ જૈન પરંપરાને ઈતિહાસ
પ્રિકરણ અધ્યયન “આચારાંગસૂત્રની ચૂલિકારૂપે અને ૨ અધ્યયને દશવૈકાલિકસૂત્રની ચૂલિકારૂપે બેઠવ્યાં છે, જે અદાવધિ વિમાન છે. આ વૃત્તાંત જણાવી સાવીએ પોતાના સ્થાને ગયાં. ' - પછી સ્થૂલભદ્રજી આચાર્ય પાસે વાચના લેવા ગયા. સૂરિજીએ કહ્યું: “તમે વાચનને અયોગ્ય છે. હજી તે પૂર્વનું જ્ઞાન બાકી છે, ત્યાં જ તમે સિંહવિદ્યાને ચમત્કાર બતાવ્ય માટે હવે વધુ જ્ઞાન પ્રાપ્ત કરવાનું રહેવા દે.”
સ્થૂલભદ્રજી બોલ્યાઃ–પ્ર ! હવે હું ફરીવાર કદીય આવે અપરાધ નહિ કરું, મારી આ ભૂલ માફ કરો.”
સૂરિજી બોલ્યા- મહાનુભાવ! હવે આથી વધુ વિલાને પાત્ર તમે નથી.”
સ્થૂલભદ્રજીએ શ્રીસંઘ પાસે સૂરિજીને પ્રાર્થના કરવી. આ ભદ્રબાહુજીએ શ્રીસંઘની દાક્ષિણ્યતાથી અને પિતાનાથી જ પૂર્વનું જ્ઞાન વિચછેદ થવાનું નથી એમ જાણું થૂલિભદ્રજીને બાકીનાં ૪ પૂર્વ મૂળ માત્રથી ભણાવ્યાં, પણ અજ્ઞાનથી વંચિત રાખ્યા. આ રીતે અહીંથી આગમવિદને પ્રારંભ થયો. (ક) સહ આ૦ હેમચંદ્રકૃત “પરિશિષ્ટ પર્વ”સ ૯-ઑ૦ ૭૭થી ૧૧૦)
આ સ્થૂલિભદ્રજીએ શ્રાવસ્તિના શેઠ ધનદેવ કે જે તેમના ગૃહસ્થપણાના મિત્ર હતા, તેને લાભનું કારણ જાણી સકેતથી ઘરનું નિધાન બતાવ્યું હતું અને પછી તેના કુટુંબને આત્માનું સાચું નિધાન બતાવી, જેનધમી બનાવ્યું હતું
સ્થૂલભદ્રજી દીર્ધાયુષી છે. એમને વીર નિ. સં. ૧૧૬માં જન્મ, વી. સં. ૧૪૬માં ક૦ વર્ષની ઉંમરે દીક્ષા, વિ. સં. ૧૭૦માં સૂરિપદ અને વિ. સં. ૨૧પમાં સ્વર્ગગમન થયેલું છે. તેઓ શાસનની મહાન સેવા બજાવી, વૈભારગિરિ ઉપર પંદર દિવસનું અનશન કરી સ્વ. ગયા.
એમને યુગ ત્યાગ, તપ અને જ્ઞાનપ્રધાન છે. પ્રથમ આગમવાચના એમના સમયે થઈ તેમજ મગધની માટી રાજકાંતિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org