________________
...[૪]...
ભાગ છે અને ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંશુલ પ્રમાણ છે. આ અવગાહના ઉત્તરોત્તર અમણી વધતી જાય છે અને સાતમી નરકમાં ઉત્કૃષ્ટ અવગાહના પાંચસો ધનુષ છે.પ સારાંશ કે જધન્ય અગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ; આ બે વચ્ચેની સંખ્યાઓનું તારતમ્ય તે હીનાધિકતાનું નિયામક બને છે. તેથી કોઈ નારક અન્યથી હીન હોય ભાગ કે સંખ્યાતભાગ હીન હોય; અથવા તો સંખ્યાતગુણુ કે અસંખ્યાતગુણુ હીન હોય. અધિક હોય તોપણ ઉક્ત પ્રકારની સંખ્યાથી જ અધિક હોય. આ રીતે નારકના અવગાહનાની દૃષ્ટિએ અસંખ્યાત પ્રકારના પર્યાયો બને છે.
અસંખ્યાત
સ્થિતિની અપેક્ષાએ વિચારવામાં આવે તોપણ અવગાહનાની જેમ જ છે. એટલે કે ઉક્ત અસંખ્યાતભાગહીન આદિ ચતુઃસ્થાનકે હીન અને અધિક હોય છે, અથવા તો તુલ્ય હોય છે. સારાંશ કે અસંખ્યાત પ્રકારે પર્યાયો અને છે.
કૃષ્ણાદિવર્ણની અપેક્ષાએ વિચારવામાં આવે તો તેના અનંત પર્યાયો બને છે, કારણ કે એકગુણ કૃષ્ણથી માંડીને અનંતગુણ કૃષ્ણ હોવાનો સંભવ છે.
આ જ બાબત ગંધ, રસ અને સ્પર્શને પણ લાગુ પડે છે. એટલે કે તે તે દૃષ્ટિએ નારકના અનંત પર્યાયો ધટી શકતા હોઈ તેના અનંત પર્યાયો છે.
આમ નારક જીવના અનંત પર્યાયોની સંગતિ વર્ણ-રસ-ગંધ-સ્પર્શના પર્યાયો ધ્યાનમાં લેવામાં આવે તો છે, એમ ગ્રંથકારે સ્પષ્ટ કર્યું છે.
તે જ પ્રમાણે જ્ઞાન અને દર્શનની દષ્ટિએ પણ તેના અનંત પર્યાયો છે, તેમ ગ્રંથકાર જણાવે છે. વર્ણાદિ પર્યાયો પૌલિક છતાં તે જીવના છે, તે સ્પષ્ટીકરણ પ્રથમ થઈ જ ગયું છે. અને જ્ઞાનાદિ તો જીવના સ્વરૂપગત જ પર્યાયો છે. તેથી પણ જીવનાનારક જીવના—અનંત પર્યાયોની સંગતિ છે.
આચાર્ય મલયગિરિ નોંધે છે કે પ્રસ્તુત જે દશ દષ્ટિઓ છે તેને સંક્ષેપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ...એ ચાર દૃષ્ટિમાં વિભક્ત કરી શકાય છે. દ્રવ્યાર્થતા અને પ્રદેશાર્થતા એ દ્રવ્યમાં, અવગાહના એ ક્ષેત્રમાં, સ્થિતિ એ કાલમાં અને વર્ણાદિ તથા જ્ઞાનાદિ એ ભાવમાં સમાવિષ્ટ છે.
આ જ ન્યાયે દંડકોનો વિચાર છે (૪૪૧-૪૫૪). અવગાહના અને સ્થિતિને લઈ ને તથા વર્ણાદિ અને જ્ઞાનાદિને લઈ તે જીવોમાં હીનાધિકતા છે, એ આપણે જોયું. તેથી પુનઃ જધન્યઅવગાહનાવાળા, મધ્યમઅવગાહનાવાળા અને ઉત્કૃષ્ટઅવગાહનાવાળા નારકાદિ ચોવીશે દંડકો, અને તે જ પ્રમાણે સ્થિતિ-નાન-દર્શનને લઈ ને ચોવીશે દંડકોના પર્યાયોની ક્રમે ચિંતા કરવામાં આવી છે (સૂત્ર-૪૫૫-૪૯૯) અને તે અનંત છે એમ સિદ્ધ કર્યું છે. એ સમાપ્ત થયે અજીવપર્યાયોનો વિચાર છે.
જીવભેદવિરોષ
જીવ
જીવોની અને તેમના પર્યાયોની સંખ્યા
દ્રવ્યસંખ્યા અનંત (૪૩૯)
Jain Education International
૫. પ્રજ્ઞાપનાટીલા, પત્ર ૧૮૧ અ
૬. પ્રજ્ઞાવનાટીલ, પત્ર ૧૮૨ બ
૭. સૂત્ર ૪૩૯ માં સમગ્રભાવે જીવપર્યાયા (દ્રવ્યો)ને અનંત કહ્યા છે. અને પછી ક્રમે ૪૪૦ આદિ સૂત્રોમાં જીવના તે તે પ્રકારને અનંત પર્યાંયવાળો જણાવ્યો છે. આથી ફલિત થાય છે કે જીવના પર્યાયો અનંત છે,
પર્યાયસંખ્યા
અનંતછ
For Private & Personal Use Only
www.jainelibrary.org