________________
ગ્રંથસમર્પણ મંગલકારી, સંસારના ભયને દૂર કરનાર, નય-નિક્ષેપ આદિ અનુયોગદ્વારના પ્રકારો દ્વારા અનુયોગની-આગમની વ્યાખ્યાન માર્ગની–અખંડ તેમ જ વિશુદ્ધ પરંપરાની જેઓએ રક્ષા કરી છે તે પૂજ્ય સ્થવિર ભગવતીના પુણ્યશાળી, પવિત્ર અને વરદ કરકમળમાં અમે-મુનિ પુણ્યવિજય, દલસુખ માલવણિયા અને અમૃત ભોજક-પ્રજ્ઞાપનોપાંગસૂત્રને અર્થસહિત સમગ્ર શબ્દો આદિને સંગ્રહરૂપ આ ગ્રંથ ભેટ ધરીએ છીએ. આપના જ કૃપાપ્રસાદથી મેળવેલી વસ્તુ આપને જ સમર્પિત કરવાની અમારી બાલક્રીડાને આપ ક્ષમાશ્રમણ ભગવંતો ક્ષમા કરશો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org