________________
પ્રકાશકીય નિવેદન
ધર્મસ્થાનો અને ધર્મશાસ્ત્રો જનસમૂહમાં ધર્મભાવનાનું સિંચન કરવાનાં અને ધર્મશ્રદ્ધાને જગાડીને એની પુષ્ટિ અને વૃદ્ધિ કરવાનાં શ્રેષ્ઠ સાધનો છે. તેથી જ ધર્મસ્થાનો અને ધર્મશાસ્ત્રોનું જતન કરવું એ પવિત્ર ધર્મકૃત્ય લેખવામાં આવ્યું છે. જૈન સંધે છેક પ્રાચીન સમયથી લઈ ને આ દિશામાં જે ગૌરવભરી કામગીરી બજાવી છે, અને અત્યારે પણ બજાવી રહેલ છે, તેની સાક્ષી હજારો દેવમંદિર, અનેક તીર્થસ્થાનો અને સંખ્યાબંધ જ્ઞાનમંદિરો આપી રહ્યાં છે.
કંઈક આવી જ ભાવનાથી પ્રેરાઈ ને શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જૈનધર્મ-દર્શનના બધા જ પવિત્ર મૂળ આગમગ્રંથો, પૂજ્યપાદ આગમપ્રભાકર, શ્રુતશીલવારિધિ મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ તથા પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાની સયિ રાહબરી નીચે, પ્રકાશિત કરવાની મોટી યોજનાની જવાબદારી સ્વીકારી છે. આ યોજના મુજબ જૈન-આગમ-ગ્રન્થમાલામાં “ નૈતિવ્રુત્ત અનુમોદ્રા‡ ≠ ” તથા “ વળવળમુર્ત્ત”નો પહેલો ભાગ——એ એ ગ્રંથો અત્યાર પહેલાં ' '2 “ પ્રકાશિત કરવામાં આવ્યા છે; અને અત્યારે “ વાવળાપુત્તું” નો બીજો ભાગ પ્રકાશિત થઈ રહ્યો છે, એનો અમને આનંદ છે.
આ ગ્રંથનું સંપાદન પણુ, પહેલા બે ગ્રંથોની જેમ, પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ, પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તથા પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજકે સંયુક્ત રીતે કર્યું છે. તેઓએ આ પ્રકાશનને સર્વાંગસંપૂર્ણ કરવા માટે કેટલી એદ જહેમત ઉઠાવી છે, તે આ ગ્રંથનો તથા ગ્રંથકારનો સવિસ્તર પરિચય આપતી તેમ જ અનેક આનુષંગિક બાબતોની વિશદ છણાવટ કરતી માહિતીપૂર્ણ વિસ્તૃત પ્રસ્તાવના ઉપરથી પણ જાણી શકાય એમ છે. આ માટે અમે પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજનો જેટલો ઉપકાર માનીએ તેટલો ઓછો છે. પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયા તથા પંડિત શ્રી અમૃતલાલભાઈના પણ અમે ખૂબ આભારી છીએ. આગમ-પ્રકાશન કાર્ય પ્રત્યે આત્મીયતા દર્શાવી, આ પ્રવૃત્તિને વેગ આપવા બદલ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ને ધન્યવાદ ઘટે છે. આગમ પ્રકાશન યોજના સંબંધી બધી માહિતી આ ગ્રંથમાળાના પહેલા ગ્રંથમાં વિગતવાર આપવામાં આવી છે, એટલે જિજ્ઞાસુઓ એમાંથી જોઈ શકશે.
શ્રી જિનાગમ પ્રકાશિની સંસદની ઉદારતા
પૂજ્યપાદ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજને દીક્ષા લીધાને સાઠ વર્ષ પૂરાં થતાં હોવાથી, એ વર્ષ પહેલાં (તા૦ ૯–૨–૬૯ના રોજ), વડોદરામાં, વડોદરાના શ્રીસંધ તરફથી દીક્ષાપર્યાંયષષ્ટિપૂર્તિસમારોહ ઊજવવામાં આવ્યો હતો. એ પ્રસંગે, મહારાજશ્રીની પ્રેરણાથી પાટણમાં સ્થપાયેલ શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના સંચાલકોએ, એમની પાસેનું આગમપ્રકાશન માટેનું શ. ૧,૩૫,૫૬ ધુનું ફંડ આગમપ્રકાશનના કાર્યમાં વાપરવા માટે વિદ્યાલયને અર્પણ કરવાની જાહેરાત કરી હતી; અને એ રકમ સંસ્થાને મળી ગઈ છે. ધર્મના પ્રાણરૂપ ધર્મશાસ્ત્રોના રક્ષણપ્રકાશન માટે આવી દાખલારૂપ ઉદારતા દર્શાવવા બદલ અમે શ્રી જિનાગમ પ્રકાશિની સંસદના સંચાલકોનો અને ખાસ કરીને શેઠ શ્રી કેશવલાલ કલાચંદ શાહનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ અંગેનો ઋણસ્વીકાર અમે આ ગ્રન્થમાં અન્યત્ર કર્યો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org