________________
... [33]...
પણ
એક પ્રશ્ન થાય કે તો પછી પ્રથમ પદ અને પાંચમા પદનો વિષય એક કેમ નહિ ? પ્રથમ પદની પાંચમા પદમાં પુનરાવૃત્તિ શા માટે ન માનવી ? આનો ઉત્તર એ છે કે પ્રથમ પદમાં દ્રવ્ય મુખ્ય છે; તે તે પર્યાયોરૂપે પરિણત દ્રવ્યોની ગણતરી પ્રથમ પદમાં છે; જ્યારે પાંચમા પદમાં તે તે દ્રવ્યના પર્યાયોની ગણુતરી છે. આ પ્રકારે પાંચમા પમાં પ્રથમ પદના વિષયનું
પુનરાવર્તન નથી. પ્રસ્તુત જીવ જીવપણુવણ્ણા સાથે ઉત્તરાધ્યયનના જીવાજીવવિભક્તિ અને મૂલાચારના પંચાચાર અધિકારગત જીવ અને અજીવનું નિરૂપણ સરખાવવા જેવું છે. મૂલાચારમાં પ્રથમ જીવનું નિરૂપણુ કરીને પછી જ અજીવનું નિરૂપણ છે, જ્યારે પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનમાં પ્રથમ અજીવ અને પછી જીવનું નિરૂપણ છે. મૂલાચારમાં પણ પ્રજ્ઞાપના અને ઉત્તરાધ્યયનની જેમ વોના સંસારી અને સિદ્ધ એવા ભેદ કર્યાં છે, પરંતુ સિદ્ધના પ્રભેદો કરવામાં આવ્યા નથી. પ્રજ્ઞાપનામાં તીર્થંકરસિદ્ધ આદિ ૧૫ ભેદો સિદ્ધના છે, પરંતુ ઉત્તરાધ્યયનમાં એટલા ભેદ નથી, જે નીચેની તુલના પરથી જણાશે :
(મ)
પ્રજ્ઞાપનાસૂત્ર ૧૬-૧૭ ૧. તિત્ય
૨. અતિત્ય
૩. તિત્યગર
૪. અતિર્થંગર
૫. સમુદ્
૬. પત્તેયમુદ્ ૭. મુદ્દોહિય
૮. ત્હીલિંગ
૯. પુરિસલિંગ ૧૦. નપુંસકલિંગ
૧૧. અલિંગ
૧૨. અણુલિંગ ૧૩. ગિહિલિંગ
૧૪. એગ
૧૫. અણુગ
(૬) પ્રથમસમય આદિ
ઉત્તરા, અ૦ ૩૬, ગા૦ ૫૦થી
×
×
×
×
×
X
ગા॰ પર માં લિંગભેદે એક સમયમાં સિદ્ધ થનારની સંખ્યા ગણાવી છે.
×
આ ઉપરથી સ્પષ્ટ છે કે ઉત્તરાધ્યયનના અ૦ ૩૬ પછી જ પ્રજ્ઞાપના રચાયું છે.
Jain Education International
×
ઇથી
પુરિસ
જીવના ભેદ-અભેદો સિદ્ધના ભેદો
નપુંસગ
સલિંગ
અન્નલિંગ
ગિહિલિંગ
પ્રસ્તુતમાં જે જીવના ભેદ-પ્રભેદોની ગણતરી છે તે પ્રમાણે જીવો સર્વ કાળમાં અસ્તિત્વમાં હોય છે એમ સમજવાનું છે. અહીં જણાવેલ એક પણ ભેદથી શૂન્ય ક્યારેય પણ લોક હતો નહીં, હશે નહિ અને છે પણ નહિ.
૫. ૫, ૩
For Private & Personal Use Only
www.jainelibrary.org