________________
[૨૩]... આ ત્રણમાંથી પ્રથમ કાલક અને શ્યામાચાર્ય, જેમણે પ્રજ્ઞાપનાની રચના કરી, તેઓ એક છે એવી પરંપરા પટ્ટાવલીઓમાં જણાય છે. પરંતુ પટ્ટાવલીમાં તેમને ૨૩મું સ્થાન અપાયું નથી;
જ્યારે ઉત પ્રક્ષિપ્ત ગાથામાં તેમને ૨૩મી પાટે ગણવામાં આવ્યા છે. આથી પાટ વિષેનો ઉલ્લેખ ગૌણ કરીને જ તેમના સમયનો વિચાર કરવો જરૂરી બને છે.
અંતિમ કાલક, જેઓ વિર નિર્વાણ ૯૯૩ =વિક્રમ પર૩ માં થયા, તે તો પ્રજ્ઞાપનાના કર્તા સંભવી શકે નહિ, કારણ, નંદી, જે વીર નિર્વાણ ૯૯૩=વિક્રમ પર પહેલાં જ રચાયું છે, તેમાં પ્રજ્ઞાપનાને આગમસૂચીમાં સ્થાન મળ્યું છે.
એટલે પ્રથમ બે કાલકમાંથી ક્યા કાલક તે શ્યામાચાર્ય છે તે પ્રશ્નનું નિરાકારણું બાકી રહે છે.
ડૉ. ઉમાકાન્તને મતે જે તે બન્ને કાલકને એક માનવામાં આવે તો અગિયારમી પાટે ઉલિખિત શ્યામાચાર્ય અને ગભિલોચ્છેદક કાલકાચાર્ય એક ઠરે છે. પટ્ટાવલીમાં જ્યાં તે બન્નેને જુદા ગણ્યા છે, ત્યાં પણ એકની તિથિ વિર ૩૭૬ અને બીજાની ૪૫૩ છે. ખરી રીતે ૩૭૬ માં
જાત” છતાં તે તેમની મૃત્યુતિથિ જ અન્યત્ર ગણાઈ તે જ પ્રમાણે બીજ કાલકની ૪૫૩ એ મૃત્યુતિથિ જ હશે. એટલે તે બન્નેના સમયમાં બહુ ફેર નથી. “જાત:” જેમનું તેમ માનીએ તોપણ બન્નેમાં માત્ર ૭૭ વર્ષનો ફરક છે. એટલે ગમે તેણે પ્રજ્ઞાપના રચ્યું હોય, ચાહે તેઓ પ્રથમ કાલક હોય કે બીજા, અગર બન્ને એક હોય, પણ તે વિક્રમ પૂર્વે થનાર કાલકની રચના છે–એટલું તો નિશ્ચિત રૂપે કહી જ શકાય છે.
પ્રજ્ઞાપનામાં જે કેટલીક ગાથાઓ મળે છે તેમાંની કેટલીક સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, આવશ્યક અને આચારાંગનિર્યુક્તિમાં પણ મળે છે. તે વિષે કાંઈક તુલના કરવી જરૂરી હોઈ નીચે કેટલીક ગાથાઓની તુલના આપવામાં આવે છે ? પ્રજ્ઞાપના સૂત્રકૃતાંગ
ઉત્તરાઅ. ૩૬ આચારાંગનિર્યુક્તિ સૂ૦ ૨૪. ગા૦ ૮ ૨. ૩. ૧૯. ગા. ૧ ગા. ૭૪
ગા૦ ૭૩ છે , ૯ , , ૨ ગા૦ ૭૫
ગા. ૭૪ w w ૩ ગા૦ ૭૬
ગા૦ ૭૫ , , ૪ ગા૦ ૭૭
ગા૦ ૭૬ આચારાંગનિર્યુક્તિ (ગા. ૭૨, ૭૬) અને ઉત્તરાધ્યયન (ગા. ૭૩)માં સ્પષ્ટ ૩૬ ભેદો હોવાનું જણાવ્યું છે, છતાં ઉત્તરાધ્યયનમાં ૪૦ ભેદો છે, જ્યારે આચારાંગનિયુક્તિમાં ૩૬ જ છે. અને સૂત્રકતાંગ અને પ્રજ્ઞાપનામાં ૪૦ ભેદો છે. આથી સિદ્ધ થાય છે કે મૂળે ૩૬ ભેદો ગણાતા હતા૩૪ તેમાં આ ગાથાઓમાં ચાર ઉમેરવામાં આવ્યા છે. તેથી પ્રજ્ઞાપનામાં તે ગાથાઓ અન્યત્રથી ઉદ્દત જ માનવી પડે અને તેમાં સંશોધન થયાનું પણ માનવું પડે. સૂત્રકૃતાંગમાં પણ તે જ ગાથાઓ છે. તે ગાથાઓનું સૌથી જુનું રૂ૫ આચારાંગનિર્યુક્તિમાં ઉપલબ્ધ થાય છે એમ માનવું પડે. તે ગાથાઓ સૂત્રકૃતાંગમાં પણ ઉદધૃત થઈ હોય એવો સંભવ છે.૩૫
છે ,
, ૧૦ , ૧૧
૩૪. મલાચારમાં (૫. ૮-૧૨) પણ પૃથ્વીના ૩૬ જ ભેદો ગણાવ્યા છે. તેની ગાથાઓ પણ પાઠાંતરો સાથે
આવી જ છે. ૩૫. સૂત્રકૃતાંગમાં આ ગાથાઓ ઉદધત હોય એમ જણાય છે, કારણ, “મામો હામો મતવાળો’ એમ
કહીને ગાથાઓ આપી છે. અને અંતે વળી પથાગો પશુ મળિયુવા સહાગો ના નવંતરાર વિરૂદ્રુતિ –એમ જણાવ્યું છે. તુલના કરો, પ્રજ્ઞાપના, સુત્ર ૫૫ માં “ ઘણસિં મામો જાહાબો મજુતમો ” એ વાકય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org