SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૧]... પદોના પ્રારંભમાં પણ વિષય નિર્દેશક ગાથાઓ રચવામાં આવી છે. –જુઓ ૩, ૧૮, ૨૦, ૨૩ ઈત્યાદિ પદોનો પ્રારંભ. તે જ પ્રમાણે ઉપસંહારમાં પણ કેટલીક વાર સંગ્રહગાથાઓ મૂકવામાં આવી છે, જેમ કે દશમા પદના અંતમાં. ગ્રંથની વચ્ચે પણ જ્યાં જરૂરી જણાયું છે ત્યાં આચાર્ય ગાથાઓ સમગ્ર ગ્રંથનું શ્લોક પ્રમાણ ૭૮૮૭ છે અને તેમાં કુલ ગાથાઓ, પ્રક્ષેપ બાદ કરતાં, ૨૩૨ છે, એટલે સમગ્રભાવે મુખ્યપણે આ ગ્રંથની રચના ગદ્યમાં છે એમ કહી શકાય. ગાથાઓમાં સામાન્ય રીતે જીવના વિશેષ ભેદો અથવા સંખ્યાઓ (સૂત્ર ૨૪, ૪૦, ૧૦૨ ઇત્યાદિ) આપવામાં આવી છે, પણ ક્યાંઈક પ્રતિપાદ્ય વિષયનું સ્વરૂપ પણ વણિત જેવામાં આવે છે, જેમ કે સિદ્ધ વિષે–સૂત્ર ૨૧૧. સિદ્ધ વિષેની આ ગાથાઓ અને ઉવવાઇયને અંતે આવતી ગાથાઓ લગભગ એકસરખી છે. આથી પ્રજ્ઞાપનામાં આવતી બધી જ ગાથાઓ આર્ય શ્યામાચાર્યો રચી હોવાનો સંભવ નથી. કારણ, મૂળમાં જ કોઈક વાર પોતે “રૂમામો જામો મgદાંતાગો– (સૂત્ર પપ[૩], ૧૮૭) એમ નિર્દેશપૂર્વક ગાથાઓ મૂકે છે તે સૂચવે છે કે તે ગાથાઓ પરંપરાપ્રાપ્ત છે. વિશેષ રૂપે “તે ના” (સૂત્ર ૨૪, ૩૮, ૪૦, ૪૧, ૪૨, ૪૩, ૫૦, ૫૪, ૧૦૨, ૧૧૦, ૧૬૭ ઇત્યાદિ) એમ કહીને જે ગાથાઓ મૂકવામાં આવી છે તેમાં પણ તેમની પોતાની અને અન્યની રચના હોવા સંભવ છે. શ્યામાચાર્યે કેટલીક ગાથાઓને “સંગ્રહણિગાથા” (સૂત્ર ૧૯૪, ૨૦ [૨]) કહી છે. તે ગાથાઓ સંભવ છે કે અન્યની હોય. કેટલીક ગાથાઓને આચાર્ય ભલયગિરિએ “સંપ્રદા” કે “સંકળિયા” એવું નામ આપ્યું છે તે ગાથાઓ કોની રચના છે તે જાણવું કઠણ છે. પ્રજ્ઞાપનાના સમગ્રભાવે અધ્યયનથી એની નિરૂપણશૈલી વિષે જે કેટલીક બાબતો નકકી થાય છે તે આ છે–તેમાં ૩૬ પદોમાં સર્વ પ્રથમ જે જીવના ભેદો પ્રથમ પદમાં જણાવ્યા છે, તેમાં સંસારી અને સિદ્ધ એ મુખ્ય ભેદો પછી છવના ઈન્દ્રિયોના હીનાધિષ્યને આધારે એટલે કે એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિયના ભેદ-પ્રભેદો ગણાવ્યા છે. સારાંશ કે સંસારી સકલ જીવોનો સમાવેશ એકેન્દ્રિયથી પંચેન્દ્રિયમાં કર્યો છે. એટલે કે જીવભેદોનું મુખ્ય નિયામક તત્વ ઇન્દ્રિયોની કમિક વૃદ્ધિ એ છે. જીવના સ્થાનનો વિચાર બીજા પદમાં છે. તે છવભેદોના સ્થાનની વિચારણામાં પણ જીવોના ઉક્ત પ્રથમ પદમાં ભેદનિરૂપણનો જે કમ–એટલે કે ઇન્દ્રિયપ્રધાનછે તે જ અપનાવાયો છે. ભેદ છે તે એ કે આમાં એકેન્દ્રિયને બદલે પૃથ્વીકાય શબ્દ વપરાયો છે, કારણ, એકેન્દ્રિયના પૃથ્વીકાયાદિ જે ભેદો છે તેને ક્રમે એકેકને લઈને વિચારણા છે. પણ નિરૂપણુક્રમ એકેન્દ્રિયથી માંડી પચેન્દ્રિય એ છે. અને બહુવક્તવ્ય નામના તીજા પદમાં પણ પ્રારંભમાં તો ઉત પ્રકારે જ છવભેદો લીધા છે. પરંતુ તે પછી જીવોનું અન્ય પ્રકારે એટલે કે ગતિ આદિને આધારે, જે વિભાજન થાય છે, તેનું પણ ગ્રહણ કર્યું છે; સૂત્ર ૨૧૬ માથી ગતિને આધારે ૮. ગ્રંથના અંતની ગાથાનો અંક ૨૩૧ છે, પણ તે ૨૩ર જોઈએ, કારણ કે ૨૧૭ મી ગાથાને અંક બેવડાયો છે. આચાર્ય મલયગિરિના નિમ્ન ઉલ્લેખો સૂચવે છે કે તે ગાથાઓ આર્ય શ્યામની હશે– “તાવ સંગીલુમ आह 'अत्तरं च' इत्यादि गाथाद्वयम्"-प्रशापनाटीका, पत्र ८४ । “संग्रहार्थमिदमाह-नाणाविहे', ત્યાતિ” પુત્ર ૩૨ મ ] “ધાઢવામા ” પત્ર રૂક ચે છે તથા જુઓ પત્ર ૨૭૩ , ૨૧૨ , ૨૧૬ મ, ૪૧૮ યમ ઇત્યાદિ, ૧૦. પ્રશાપનાર, ૧૦ , ૮૪મ, ૨૦૬ મ, ૨૬૮ ૧, ૨, ૨૧૨ ૨, ૪૨૪ મે, ૧૩૪ વ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy