________________
...[9]...
નિશ્ચિત ક્રમે તેમાં વિષયોની વ્યવસ્થિત ચર્ચા કરવામાં આવી છે. આ જ વિશેષતાને કારણે અંગ કરતાં અધ્યયન-અધ્યાપનની દૃષ્ટિએ અંગબાવનું મહત્ત્વ વિશેષ છે.
અંગમાં ભગવાન મહાવીરના વિહાર અને જીવનપ્રસંગો સાથે સૈદ્ધાન્તિક ચર્ચાને વણી લેવામાં આવી છે તેથી કોઈ પણ વિષયનું સળંગ વર્ણન તેમાં મળવું મુશ્કેલ હતું. આ કમીની પૂર્તિ અંગબાજી ગ્રંથોની રચના કરીને આચાર્યોએ કરી છે. પાલિપિટકમાં પણ આમ જ બન્યું છે. સુત્તપિટકમાં ભગવાન બુદ્ધના ઉપદેશ પ્રસંગે યત્ર તત્ર સૈદ્ધાન્તિક ચર્ચા થયેલ છે, પણ તેથી સમગ્ર બૌદ્ધ દર્શનનું સ્વરૂપ ઉપસ્થિત થતું નથી; પણ તેની પૂર્તિ અભિધર્મપિટકમાં કરવામાં આવી છે. આથી બૌદ્ધસિદ્ધાન્તનું સ્વરૂપ જાણવાની ઇચ્છા ધરાવનાર માટે અભિધર્મનું અધ્યયન જેમ અનિવાર્ય છે તેમ જૈન દર્શનની સૈદ્ધાન્તિક દષ્ટિ માટે અંગબાહ્ય ગ્રંથોમાંના પ્રજ્ઞાપના, જીવાભિગમ આદિ ગ્રંથો અનિવાર્ય છે. એટલે એમ કહી શકાય કે જૈન આગમ ગ્રંથોની રચનાનો જે ખીજો તબક્કો એટલે કે વ્યવસ્થિત વિષયનિરૂપક રચનાનો સમય—તે અંગબાહ્ય ગ્રંથોની રચનાનો સમય છે. અને તે સમયની રચના પ્રજ્ઞાપના છે.
*
પ્રજ્ઞાપના-નામ
પ્રજ્ઞાપનાસૂત્રનું સામાન્ય નામ ગ્રંથકર્તાએ ‘ અધ્યયન' એવું આપ્યું છે અને વિશેષ નામ ‘ પ્રજ્ઞાપના ’ ફલિત થાય છે, કારણ, ગ્રંથકર્તાએ સ્પષ્ટ કર્યું છે કે ભગવાન મહાવીરે સર્વ ભાવોની ‘ પ્રજ્ઞાપના ૨ કરી છે તે પ્રમાણે જ હું કરવાનો છું. એટલે ઉત્તરાધ્યયનની જેમ આ ગ્રંથનું પણ પૂરું નામ ‘ પ્રજ્ઞાપનાધ્યયન ’ કહી શકાય. આ સમગ્ર ગ્રંથ એક અધ્યયનરૂપ છે; જ્યારે ‘ઉત્તરાધ્યયન ’માં અનેક અધ્યયનો છે તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. પ્રત્યેક · પદ ’તે અંતે ‘વાવળા માવતીપ્’એવો ઉલ્લેખ મળે છે તેથી પાંચમા અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિની જેમ ઉપાંગોમાં પ્રજ્ઞાપનાનું વિશેષ મહત્ત્વ સૂચિત થાય છે. ‘મવતીદ્' એવો ઉલ્લેખ ગ્રંથકર્તાને અભિપ્રેત નહીં હોય, કારણ, ગ્રંથાંતે તો “ વાવળા સમત્તા ’—એટલું જ મળે છે.
" પ્રજ્ઞાપુના ' શબ્દનો પ્રયોગ અને અર્થ
સ્વયં પ્રજ્ઞાપનામાં જણાવ્યા પ્રમાણે (મૂ॰ ૩) જીવ અને અજીવ વિષેની પ્રજ્ઞાપના એટલે કે નિરૂપણ તે પ્રજ્ઞાપના છે. આથી જેમાં જીવ-અજીવનું નિરૂપણુ હોય તે શાસ્ત્ર પણ પ્રજ્ઞાપના કહેવાય.
ભગવાન મહાવીરને કેવળજ્ઞાન થયું તે પહેલાં તેમણે દશ મહાસ્વપ્નો જોયાં હતાં. તેમાં તીજા મહાસ્વમના વર્ણન પ્રસંગે તેનું ફળ બતાવતાં ભગવતી (શ॰ ૧૬, ૬ ૬)માં જણાવ્યું છે—— " समणे भगवं महावीरे विचित्तं ससमय पर समइयं दुवालसंगं गणिपिडगं आघवेति पन्नवेति વેતિ..... ' આ ઉપરથી સ્પષ્ટ છે કે ભગવાન મહાવીરના ઉપદેશને પ્રજ્ઞાવયતિ, પ્રચતિએવી ક્રિયાથી જણાવવામાં આવ્યો છે. તેને આધારે જ તેમનો ઉપદેશ ‘પ્રજ્ઞાપના’ કે ‘પ્રરૂપણા’ કહેવાય એ સ્વાભાવિક છે, તેથી તેમના ઉપદેશનો આધાર લઈ જે ગ્રંથ રચાય તેને પણ ‘પ્રજ્ઞાપના’
• અન્નયનમિાં ચિત્ત ’–૧૦ રૂ।
૧.
२. उवदंसिया भगवया पण्णवणा सव्वभावाणं......जह वण्णियं भगवया अहमवि तह वण्णहस्सामि गा० २-३ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org