________________
૨. »
ઇ
૩. ૪.
...[૧૭]... જીવોમાં સંકલેશ અને વિશુદ્ધિનું તારતમ્ય, અ૫બહુત્વ આદિની ચર્ચા છે (૫૦ ૧૧, પૃ૦ ૧૩૯). બીજી ચૂલિકા તો સ્થિતિબંધના અધ્યવસાયસ્થાનોની પૂરી ચર્ચા માટે જ છે (પુ. ૧૧, પૃ. ૩૦૮). આ પછી પણ ભાવવિધાન નામના પ્રકરણમાં બે ચૂલિકા છે, જેમાં એકમાં ઉપશમ અને ક્ષકશ્રેણીનું તારતમ્ય (પુ. ૧૨, પૃ. ૮૦) અને બીજીમાં અનુભાગબંધનાં અધ્યવસાયસ્થાનોની વિસ્તૃત ચર્ચા છે (૫૦ ૧૨, પૃ૦ ૮૭).
પરિચારણાધારમાં દેવોની બાબતમાં પરિચારણની દૃષ્ટિએ આ પ્રમાણે ચાર વિકલ્પોનો સંભવ બતાવ્યો છે (૨૦૧૧) : ૧. દેવો સદેવી સપરિચાર
અપરિચાર અદેવી સપરિચાર
અપરિચાર પરંતુ જણાવ્યું છે કે એવું બનતું નથી કે દેવ સદેવી હોય છતાં પણ અપરિચાર હોય, એટલે કે ઉક્ત ચારમાંથી બીજો વિકલ્પ સંભવતો નથી (૨૦૧૧). આનું સ્પષ્ટીકરણ એ છે કે ભવનપતિ, વાણુવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાંથી પ્રથમનાં બે વિમાનો–સૌધર્મ અને ઈશાન–માં દેવીઓ હોય છે તેથી તે સૌમાં પ્રથમ વિકલ્પ છે; એટલે કે તેમાં કાયિક પરિચારણા છે–દેવદેવીનું મૈથુન હોય છે (૨૦૧૨). સનકુમારથી માંડી અશ્રુતકલ્પ સુધીનાં વિમાનમાં માત્ર દેવો જ હોય છે, દેવી હોતી નથી, તેથી તેમાં તીજો વિકલ્પ છે એટલે કે તે વિમાનોમાં દેવીઓ નથી છતાં પરિચારણ છે (૨૦૧૧). પરંતુ રૈવેયક અને અનુત્તર વિમાનોમાં દેવી પણ નથી અને પરિચારણા પણ નથી. તેથી તેમાં ચોથો વિકલ્પ છે (૨૦૧૧)
દેવી નથી છતાં પરિચારણા કેમ સંભવે તેનું સ્પષ્ટીકરણ એ છે કે (૨૦૧૨) : ૧. સનકુમાર-મહેન્દ્રકલ્પમાં સ્પર્શપરિચારણા. ૨. બ્રહ્મલોક-લાંતકકલ્પમાં રૂપપરિચારણ. ૩. મહાશુક્ર-સહસ્ત્રારમાં શબ્દપરિચારણા. ૪. આણત-પ્રાકૃત-આરણ-અર્ચ્યુતકલ્પમાં મનઃ પરિચારણા.
કાય પરિચારણામાં જ્યારે દેવોને “ઈચ્છામન” ની ઉત્પત્તિ-એટલે કે કાયપરિચારણાની ઇચ્છા–થાય છે, ત્યારે દેવીઓ–અપ્સરાઓ મનોરમ રૂપ, ઉત્તરક્રિય શરીર ધારણ કરીને હાજર થાય છે (૨૦૫૨ [૨]). અહીં “ઈચ્છામન' શબ્દ ધ્યાન દેવા જેવો છે. આથી સ્પષ્ટ થાય છે કે હજી મનની બાબતની સ્પષ્ટ કલ્પના નિશ્ચિત થઈ ન હતી. પરિચારણ સમાપ્ત થયે ઇચ્છામન ચાલ્યું જાય છે.
અપ્સરાઓ સાથે દેવીની કાયપરિચારણાનું ટીકામાં સ્પષ્ટીકરણ કર્યું છે કે મનુષ્ય જેમ જ મિથુનસેવન (ટી. પત્ર ૫૪૯, ૫૫૦). મૂળમાં એ પણ જણાવ્યું છે કે એ દેવોમાં શુક્રના પુદ્ગલો હોય છે અને તે અપ્સરામાં જઈને પાંચ ઇન્દ્રિયોરૂપે પરિણમે છે અને અપ્સરામાં રૂપ-લાવણ્યના વર્ધક પણ બને છે. અહીં એ ધ્યાન દેવા જેવું છે કે આમાં પણ પાંચ ઇન્દ્રિયોનો ઉલ્લેખ છે, મનને નથી (૨૦૫૨ [૨]). અહીં એ પણ જાણવું જરૂરી છે કે દેવના એ શુક્રથી અપ્સરામાં
૪. આ દેવોમાં પરિચારણા નથી, છતાં તેમને બ્રહ્મચારી ન કહેવાય; કારણ કે તેમનામાં ચારિત્રપરિણામ નથી.
- ટી., પત્ર ૫૪૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org