________________
...[૧૩૨]...
છે. વળી, એ સૂત્રમાં આવતી કર્મના બદ્ધ, પૃષ્ટ, સંચય વગેરેની વાત પણ એ સૂત્રને કાલની દષ્ટિએ પછીનું સૂચવે છે (૧૬૭૯). કર્મનો અનુભાવ –વિપાક વર્ણવતાં જીવે બાંધેલાં કર્મ-સંચિત કરેલાં કર્મ-વિપાક દેવા તૈયાર થાય એટલે કે ઉદયમાં આવે તેટલા માત્રથી કામ સરતું નથી, પણ વિપાક દેવા માટે તેને ગતિ, સ્થિતિ, ભવ અને પુલની પ્રાપ્તિ પણ જરૂરી છે અને એ કર્મની ઉદીરણા પણ જરૂરી છે. આટલું હોય ત્યારે જ્ઞાનાવરણીયાદિ કર્મનો અમુક વિપાક હોય છે–એમ જણાવ્યું છે (૧૬૭૯-૮૬). જ્ઞાનાવરણીય અનુભાવ દશ પ્રકારે છે (૧૯૭૯) :
૧. શ્રોત્રનું આવરણ ૨. શ્રોત્રવિજ્ઞાનનું આવરણ ૩. નેત્રનું આવરણ ૪. નેત્રવિજ્ઞાનનું આવરણ ૫. ધ્રાણનું આવરણ ૬. ધ્રાણુવિજ્ઞાનનું આવરણ ૭. રસાવરણ ૮. રસવિજ્ઞાનાવરણ ૯. સ્પર્શાવરણ
૧૦. સ્પર્શવિજ્ઞાનાવરણ આ બધાં આવરણના ઉદયથી જાણવાનું જાણી શકાતું નથી; જાણવાની ઇચ્છા છતાં જણાતું નથી. જાણ્યા છતાં તેનું જ્ઞાન રહેતું નથી; જ્ઞાન ઉત્સન્ન થાય છે. પછીના કાળે આ પ્રકારના અનુભાવની ચર્ચા બંધ પડી છે. વળી, એ પણ ધ્યાન દેવાની વાત છે કે, આમાં મન અને તેના વિજ્ઞાનનું આવરણ નોંધ્યું નથી. વળી, શ્રુત, અવધિ, મન:પર્યાય અને કેવળજ્ઞાનના આવરણની પણ આમાં નોંધ નથી, એ સૂચક છે. તેથી એમ નક્કી થાય છે કે આ સૂત્ર અત્યંત પ્રાચીન સ્તરનું અને કર્મસિદ્ધાંતની પરિભાષામાં પૂર્તિ થયા પૂર્વેનું છે. આચાર્ય મલયગિરિએ આ બાબતમાં કશો ખુલાસો કર્યો નથી.
દર્શનાવરણીય કર્મનો નવ પ્રકારનો અનુભાવ આ છે (૧૬ ૮૦): ૧. નિદ્રા
૫. મ્યાનદ્ધિ ૨. નિદ્રાનિદ્રા
૬. ચક્ષુદર્શનાવરણ ૩. પ્રચલા
૭. અચક્ષુર્દર્શનાવરણ ૪. પ્રચલાપ્રચલા
૮. અવધિદર્શનાવરણ ૯. કેવલદર્શનાવરણ. આ સૂત્રમાં અવધિ આદિ દર્શનોની નોંધ લેવામાં આવી છે, પરંતુ પૂર્વ સત્રમાં અવધિ આદિ જ્ઞાનોને બાકાત રાખ્યાં છે, એ સૂચક વસ્તુ છે.
સાતવેદનીયનો અનુભાવ આઠ પ્રકારે આ પ્રમાણે છે (૧૬૮૧ [૧]): ૧. મનોજ્ઞ શબ્દ
૫. મનસ સ્પર્શ
૧૩. અનુભાવ વિષેનું આ આખું પ્રકરણ (૧૬૭૯-૮૬) પ્રાચીન સ્તરનું છે. ૧૪. ટીકાકાર વ્યાખ્યા ભેદ નોંપે છે. પત્ર ૪૬૧.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org