________________
વિશેષ અસ્વસ્થતા જણાતાં, જરૂરી ઉપચાર માટે, તેઓશ્રીને ઇસ્પિતાલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં તબિયતમાં એકંદર સુધારો થતો લાગ્યો; અને હવે તે બે-ત્રણ દિવસમાં ઇસ્પિતાલમાંથી રજા મળશે એવી સંતોષકારક સ્થિતિ લાગી. પણ એવામાં જ, જાણે પોતાના સાધુજીવનથી જ જીવનની અને સંસારની અનિશ્ચિતતાનો ધર્મબોધ આપવા માગતા હોય એમ, પરમ પૂજ્ય મહારાજશ્રી વિ. સં. ૨૦૨૭ના જેઠ વદિ ૬, તા. ૧૪-૬-૭૧, સોમવારના રોજ રાતના, પ્રતિક્રમણ કર્યા પછી, ૪-૫૦ વાગતાં પૂરી સ્વસ્થતા, શાંતિ અને સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા! આ અતિ આઘાતજનક કરુણ ઘટનાને લીધે, જે ગ્રંથનો પ્રકાશનવિધિ તેઓની પવિત્ર હાજરીમાં થયો હતો તેને વેચાણ માટે મૂકવાનું કાર્ય અમારે તેઓશ્રીની બિનહયાતીમાં કરવું પડ્યું છે, અને આ ગ્રંથમાં જ તેઓશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવી પડી છે ! કેવી કરુણતા !
મહારાજશ્રીના અણધાર્યા સ્વર્ગવાસથી જૈન શાસનને, દેશ-વિદેશમાં ચાલતા જૈન વિદ્યા અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન તેમ જ સમગ્ર જ્ઞાનોદ્ધારના કાર્યને તથા વિદ્યાલયની આગમ પ્રકાશન યોજનાને એવી અસાધારણ મોટી ખોટ પડી છે કે જે પૂરી થવી શક્ય નથી. સંસ્થાની આગમ પ્રકાશન યોજનામાં સક્રિય સાથ આપવા ઉપરાંત સંસ્થાના વિકાસ માટે તેઓશ્રી જે ભલી લાગણી ધરાવતા હતા અને માર્ગદર્શન આપતા હતા તે માટે સંસ્થા તેઓનો જેટલો ઉપકાર માને તેટલો ઓછો છે. મહારાજશ્રી પ્રત્યેની ઊંડી કૃતજ્ઞતાની લાગણીથી પ્રેરાઈને વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિએ તા. ૨૪-૭-૭૧ના રોજ નીચે મુજબ ઠરાવ કર્યો છે :
“પરમપૂજ્ય, પ્રાતઃસ્મરણીય, આગમપ્રભાકર, શ્રતશીલવારિધિ મુનિરાજ શ્રી પુચવિજયજી મહારાજનું સ્થાન અને માન ભારતીય વિદ્યા અને જૈન વિદ્યાના દેશ-વિદેશના વિદ્વાનોમાં અનન્ય હતું. જેને શ્રુતના તેઓ પારગામી વિદ્વાન હોવા ઉપરાંત સમગ્ર જૈન વાડ્મયના પણ મર્મગ્રાહી અને સર્વસ્પર્શી વિશેષજ્ઞ વિદ્વાન હતા. ઉપરાંત, તેઓએ ભારતીય સાહિત્યનું પણ ખૂબ આદર અને ભક્તિથી અવગાહન કર્યું હતું. શાસ્ત્રી ય તેમ જ ઇતર સાહિત્યનું તેઓશ્રીનું અધ્યયન તેમ જ સંશોધન સાંપ્રદાયિક કદાગ્રહથી સર્વથા મુક્ત તેમ જ સત્યગ્રાહી હતું; તેઓશ્રીની જ્ઞાનોપાસનાની આવી વિરલ વિશેષતા હતી, અને તેથી જ તેઓ વિદ્વદુજગતમાં ખૂબ આદર અને ચાહના મેળવી શક્યા હતા.
“તેઓ સાચા અને સંપૂર્ણ અર્થમાં જ્ઞાનોદ્ધારક હતા. પ્રાચીન જૈન જ્ઞાનભંડારોના સમુદ્ધારનું, પ્રાચીન જીર્ણ વિરલ પ્રતોને ચિરંજીવી બનાવવાનું, જૈન આગમસૂત્રો તેમ જ અન્ય દુર્ગમ પ્રાચીન ગ્રંથોનું સંશોધન-સંપાદન કરવાનું, અને દેશ-વિદેશના વિદ્વાનોને પૂરી ઉદારતા અને સહૃદયતા સાથે દરેક પ્રકારની સહાય કરવાનું મહારાજશ્રીનું કાર્ય આદર્શ, બેનમન અને શકવર્તી કહી શકાય એવું હતું. મહારાજશ્રીનું જ્ઞાનોદ્ધારનું આ કાર્યે તેઓશ્રીના પરમપૂજ્ય દાદાગુરુ પ્રશાંતમૂર્તિ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તથા પરમ પૂજ્ય આજીવન વિદ્યાસેવી ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજે શરૂ કરેલી શ્રુતભક્તિની પરંપરાનું ખૂબ ગૌરવ વધારે એવું હતું. પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજે જ્ઞાનોદ્ધારના ક્ષેત્રમાં કરેલું કાર્ય એટલું વિરાટ છે અને તેઓશ્રીના સ્વર્ગવાસથી આ ક્ષેત્રમાં એટલી મોટી ખોટ ઊભી થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org