SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ અસાધારણુ ખોટ પૂજ્યપાદ, શ્રુતશીલવારિધિ, આગમપ્રભાકર, મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ સ્મૃતિશેષ થઈ ગયા ! પન્નવણાસૂત્રના આ બીજા ભાગના પ્રકાશનનો ઉત્સવ, જોકે એનું કેટલુંક છાપકામ બાકી હતું છતાં, તેઓશ્રીની હયાતીમાં જ થયો હતો. છએક મહિના પહેલાં, વિ. સં. ૨૦૨૭ના ફાગણ વદિ ૨, તા. ૧૪-૩-૭૧, રવિવારના રોજ સવારના, મુંબઈમાં, ભાયખલામાં, પરમપૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના સાંનિધ્યમાં, સુપ્રસિદ્ધ વિદ્વાન ડૉ. શ્રી હીરાલાલજી જૈનના શુભ હસ્તે એનું પ્રકાશન આનંદ-ઉલ્લાસપૂર્વક થયું હતું. અને એ જ ગ્રંથમાં પરમપૂજ્ય આગમપ્રભાકર શ્રી પુણ્યવિજ્યજી મહારાજના સ્વર્ગવાસ નિમિત્તે શ્રદ્ધાંજલિના શબ્દો લખવાનો વખત આવે એને ભવિતવ્યતાની કરતા, કરુણતા કે વિચિત્રતા જ કહેવી જોઈએ. એની આગળ માનવી કેવો લાચાર બની જાય છે! આ વાતની વિગતો આ પ્રમાણે છે: પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજ પરમપૂજ્ય યુગદર્શ આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દી માટે જ વિ. સં. ૨૦૨૫ માં મુંબઈ પધાર્યા હતા. એટલે ગત (સને ૧૯૭૦ના) ડિસેમ્બરની આખરે જન્મશતાબ્દી સમારોહની શાનદાર રીતે ઉજવણી થઈ ગયા પછી તરત જ તેઓશ્રી ગુજરાતઅમદાવાદ તરફ વિહાર કરવા ઈચ્છતા હતા. અમારી એવી તીવ્ર ઈચ્છા હતી કે તેઓશ્રી મુંબઈથી વિહાર કરે તે પહેલાં, તેઓની હાજરીમાં જ, મુંબઈમાં આ ગ્રંથનું પ્રકાશન કરવામાં આવે. દરમ્યાનમાં એક બાજુ કંઈક નાદુરસ્ત તબિયતને કારણે તેઓનો વિહાર લંબાયો અને બીજી બાજુ, આ ગ્રંથની વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવના તેઓશ્રીએ તપાસી લીધી હોવાથી, પ્રેસમાં થોડીક ઝડપ કરવાથી આ ગ્રંથ તૈયાર થઈ જવાની શક્યતા લાગી. એટલે આ ગ્રંથનું પ્રકાશન તેઓશ્રીની ઉપસ્થિતિમાં મુંબઈમાં કરવાની અમારી વિનતિ તેઓએ માન્ય રાખી એટલું જ નહીં, એ માટે ડો. હીરાલાલજી જૈનને આમંત્રણ આપવાનું સૂચન પણ તેઓશ્રીએ જ કર્યું. એ રીતે આ ગ્રંથનું પ્રકાશન, ઉપર સૂચવ્યું તેમ, તા. ૧૪-૩-૭૧ના રોજ મુંબઈમાં થયું. પણ, આ ગ્રંથની વિસ્તૃત ગુજરાતી પ્રસ્તાવનાના મોટા ભાગનું અંગ્રેજી ભાષાંતર એ વખતે તૈયાર થઈ ગયેલ હોવા છતાં એનું મુદ્રણ ગ્રંથના પ્રકાશન વખતે પૂરું થાય એ શક્ય ન હતું. એટલે મૂળ પ્રસ્તાવનાના અંગ્રેજી અનુવાદ વગર જ એનો પ્રકાશન–સમારોહ ઊજવવાનું અમારા માટે અનિવાર્ય થઈ ગયું, અને એ રીતે એ સમારોહ ઊજવવામાં આવ્યો. એ પછી, જાણે કોઈ દુઃખદ ભવિતવ્યતા કામ કરતી હોય એમ, એક બાજુ અંગ્રેજી પ્રસ્તાવનાનું મુદ્રણ આગળ ચાલવા લાગ્યું, અને બીજી બાજુ પૂજ્યપાદ પુણ્યવિજયજી મહારાજની તબિયત પણ અવારનવાર અસ્વસ્થ થવા લાગી. પરિણામે તેઓએ મુંબઈમાંથી વિહાર કરવાનો વિચાર જતો કર્યો અને વિ. સં. ૨૦૧૭નું ચોમાસું પણ, વિ. સં. ૨૦૨૫ અને ૨૦૨૬નાં ચોમાસાંની જેમ, મુંબઈમાં વાલકેશ્વરના ઉપાશ્રયમાં જ કરવાનું નક્કી કર્યું. આ દરમ્યાન તબિયત બરાબર સારી થાય એવા ઉપચારો ચાલુ જ હતા. તબિયતમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy