SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ...[૧૬]... ૪. સંયમાયમ (દેશવિરતિ)નો અવિરાધક ૫. સંયમાસંયમનો વિરાધક ૬. અસની (અકામનિર્જરાવાળો) ૭. તાપસ૯ ૮. કાર્ષિક ૧૦ ૯. ચક-પરિવ્રાજક ૧ ૧૦. કિમ્બિલિક ર ૧૧. તિર્યંચ (દેશવિરત) ૧૨. આવકઃ ૩ ૧૩. આભિયોગિક ૧ ૪ ૧૪. સ્વલિંગ પણુ દર્શનવ્યાપન્ન (નિદ્ભવ) સૌધર્મથી અચ્યુત. ભવનવાસીથી જ્યોતિષ્ક. ભવનવાસીથી વાણવ્યંતર. ભવનવાસીથી જ્યોતિષ્ઠ. ભવનવાસીથી સૌધર્મ, ભવનવાસીથી બ્રહ્મલોક. સૌધર્મથી લાંતક ભવનવાસીથી સહેન્નારકલ્પ. અચ્યુત. પ્રસ્તુત ચર્ચાને આધારે જે કેટલાંક મન્તવ્યો ફલિત થાય છે તે આ છે : અંદરની યોગ્યતા વિના પણ બાહ્યાચરણ શુદ્ધ હોય તો જીવ ત્રૈવેયક સુધી દેવલોકમાં જાય છે. તેથી છેવટે જૈન લિંગ ધારણ કરવાનું પણ મહત્ત્વ છે તે ખાખત નં. ૧ અને ૧૪થી ફલિત થાય છે. આંતરિક યોગ્યતાપૂર્વક સંયમનું યથાર્થ પાલન કરે તો સર્વાર્થસિદ્ધિ, જે વૈમાનિક દેવોમાં સર્વોચ્ચ પદ છે, તે પામે. આ પદને અંતે વળી બીજી પણ ચર્ચા કરવામાં આવી છે (૧૪૭૧-૭૩); તે છે અસરીના આયુની. આમાં અસની અવસ્થામાં નારક અને દેવાયુનો જે બંધ થાય છે તેની તથા તે ખાંધનારના અપબહુત્વની ચર્ચા છે. * "" ત્રૈવેયક ૯. જેઓ માત્ર પાંદડાં વગેરે ઉપર જીવે છે, તેવા તપસ્વી, તાત્પર્ય કે જેઓ જૈનસમત રીતે તપસ્યા નથી કરતા. ભારતમાં તાપસોની પરંપરા બહુ જની છે. જૈન પરિભાષામાં તેઓની સંજ્ઞા માલતપસ્વી છે; જ્યારે જૈનસંમત તપસ્યા કરનાર પંતિતપસ્વી કહેવાય. સર્વપ્રથમ તાપસનો ઉલ્લેખ બૃહદારણ્યકમાં ૪, ૩. ૨૬ માં છે. જુઓ, વૈદિક ઇન્ડેકસ. Jain Education International ૧૦. સંયમ છતાં જે હાસ્યંજનક વચન કે ચેષ્ટા દ્વારા અન્યને હસાવે તે કાંર્ષિક, એવું લક્ષણ બૃહત્કલ્પભાષ્ય ગા ૧૨૯૪–૧૩૦૧ માં છે, જેનું અવતરણ આચાર્ય મલયગિરિએ પ્રજ્ઞા ટી॰ પત્ર૪૦૫માં કર્યું છે. ૧૧. ટીકાકારે ચરક એવા પરિવ્રાજક અથવા ચરક અને પરિવ્રાજક એવો અર્થ કર્યો છે. પ્રથમમાં નંદંડી અર્થે છે, અને બીજામાં ચરક એટલે કછોટક-કોટો મારીને રહેનાર, અને પરિવ્રાજક એટલે સાંખ્ય પરિવ્રાજકો એવો અર્થ કર્યો છે. ૧૨. જ્ઞાન, કેવળી, ધર્માચાર્ય અને સર્વે સાધુનો નિંદક અને માયી તે કલ્બિલિક કહેવાય છે. તેનું લક્ષણ બૃહત્કલ્પભાષ્યમાં (ગા૦ ૧૩૦૨-૧૩૦૭) છે, જેનું અવતરણ પ્રજ્ઞા ટીકામાં આચાર્ય મલયગિરિ કરે છે. જ્ઞાનની નિંદાપ્રસંગે ગૃહકપભાષ્યની ટીકામાં જણાવ્યું છે કે સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ જ્યોતિષશાસ્ત્ર અને ચાનપ્રામૃત જેવા ગ્રંથોની મોક્ષાર્થીને શું જરૂર છે ?—આમ કહેનાર જ્ઞાનાવર્ણવાદી છે (ગા૦ ૧૩૦૩ ની ટીકા). ૧૩. ગોશાલકના અનુયાયી. ૧૪. વિદ્યામંત્રાદિ વડે વશીકરણાદિ કરનાર. તેનું વિવરણ બૃહત્કલ્પભાષ્ય (ગા૦૧૩૦૮-૧૩૧૪) માં છે. તેનું જ અવતરણ પ્રજ્ઞા ટી॰ માં આચાર્ય મલયગિરિએ કર્યું છે. આવું કૃત્ય જો પોતાના ગૌરવ માટે કરે તો દોષાવહ છે, અન્યથા નહિ—બૃહત્કપભાષ્ય, ગા૦ ૧૩૧૪, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy