________________
..[૧૭]... સમજવાનો છે (પ્રજ્ઞા ટી. પત્ર ૩૭૧). સૂત્ર ૧૨૫૨-૫૫ વિષે આચાર્ય મલયગિરિ જે નાધે છે તે ધ્યાનમાં લેવા જેવું છે
“अमूनि च सूत्राणि साक्षात् पुस्तकेषु न दृश्यन्ते केवलमर्थतः प्रतिपत्तव्यानि, तथा मूलटीकाશાળા ચારાનાત–પ્રજ્ઞા ટીવ, પત્ર ૨૭૨.
છઠ્ઠા ઉદ્દેશમાં નાના ક્ષેત્રોમાં રહેતા મનુષ્ય અને મનુષ્યણીની લેશ્યાનો વિચાર છે (૧૨૫૬૧૨ ૫૭). અને પછી જનક અને જનનીની લેશ્યા જે હોય તે જ જન્યની લેણ્યા પણ હોવી જોઈએએવો નિયમ નથી, એ બાબતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જન્ય-જનક અને જન્ય-જનનીની સમ અને વિષમ લેસ્યા સંભવી શકે છે એ ફલિત કરવામાં આવ્યું છે (૧૨૫૮).
પ્રસ્તુત પ્રજ્ઞાપનાનું લેસ્યાસંબંધી પ્રકરણ આટલું વિસ્તૃત છતાં તેમાં, તે તે લેયાવાળા જીવોના અધ્યવસાયો કેવા હોય તે ચર્ચા, જે અન્ય ગ્રન્થોમાં વિસ્તારથી જોવા મળે છે તેનો તથા લેશ્યાના દ્રવ્ય-ભાવ-એવા બે ભેદોની ચર્ચા જે અન્યત્ર છે તેનો સદંતર અભાવ છે તે પ્રસ્તુત પ્રજ્ઞાપનાના સંકલનની પ્રાચીનતા તરફ ઈશારો કરી જાય છે તે નોંધવું જોઈએ.
અઢારમું “કાયસ્થિતિ’ પદ પ્રસ્તુત પદમાં “કાય'માં સમાવિષ્ટ થતા જીવ અને અજીવ બન્નેની સ્થિતિનો એટલે કે તે તે પર્યાયરૂપે રહેવાના કાળનો વિચાર છે. ચોથા “સ્થિતિ' પદમાં અને આ કાયસ્થિતિ પદમાં વિચારણાનો જે ભેદ છે તે પ્રથમ સમજી લેવો જરૂરી છે. “સ્થિતિ” પદમાં ૨૪ દંડકોમાં છવોની ભવસ્થિતિ એટલે કે એક ભવના આયુનો વિચાર છે, ત્યારે આ અઢારમા પદમાં એક જીવ મરીને સતત પાછો તેના તે જ ભવમાં જન્મે તો તેવા સમગ્ર ભવોની પરંપરાની કાળમર્યાદા કેટલી અથવા તે સમગ્ર ભાવોમાં ભોગવેલ આયુનો સરવાળો કેટલો હોઈ શકે તેનો વિચાર છે. વળી ‘સ્થિતિ પદમાં માત્ર જીવોના આયુનો જ વિચાર છે, જ્યારે પ્રસ્તુતમાં ધર્માસ્તિકાય આદિ અછવદ્રવ્યો, જે કાય” તરીકે ઓળખાય છે, તેમના તે રૂપે રહેવાના કાળનો પણ વિચાર કરવામાં આવ્યો છે.
પખંડાગમમાં સ્થિતિ વિચારણા એક અને નાના જીવની અપેક્ષાએ કરવામાં આવી છે અને તે પણ ગતિ આદિ ૧૪ માર્ગ સ્થાનને લઈને અને ૧૪ ગુણરથાનોની અપેક્ષાએ, પ્રસ્તુત કાયસ્થિતિ’ના જેવી જ વિચારણું પણ બ ખેડાગમમાં તેની ઉપર જણાવેલી આગવી રીતે જ છે. જુઓ અંડાગમગત “કાલાનુગમ” પ્રકરણ, પુસ્તક ૪, પૃ. ૩૧૩, ૩૫૭ અને પુસ્તક છે, પૃ૦ ૧૧૪, ૪૬૨,
પ્રસ્તુતમાં તો વખંડાગમગત ૧૪ ભાણાસ્થાનોને બદલે બાવીશ “પદો ” વડે કાયસ્થિતિનો વિચાર કરવામાં આવ્યો છે. એ બાવીશ “પદો ” અને તેના જેવાં અન્યત્ર નિર્દિષ્ટ અનેક કારોને આધારે ખેડાગમમાં ૧૪ દ્વારોની સંખ્યા સ્વીકારવામાં આવી છે, તે આ પ્રમાણે છે :
૪. ઉત્તરાધ્યયન, અ૦ ૩૪, ૨૧-૩૨. ૫. ભગવતી, શતક ૧૨, ઉદ્દેશ ૫, સ૦ ૪૫૦, પત્ર ૫૭ર. ૧. “ થાય ત્ પર્યાય: દ્યતે”-પ્રજ્ઞા ઢીકા, પત્ર ૩૭૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org