SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૬]... પરંતુ નરકના જીવમાં અલ્પબદુત્વનો ક્રમ આ પ્રમાણે છે (૧૧૭૧) – ૧. કૃષ્ણલેશ્યાવાળા સૌથી થોડા. ૨. નીલ , તેથી અસંખ્યાતગુણા. ૩. કાપોત , , , આનું કારણ એ છે કે જેમ જેમ નીચેની નરક તેમ તેમ તેમાં જનારની સંખ્યા ઓછી. આથી સાતમી નરકમાં જનાર કૃષ્ણલેશ્યાવાળાની સંખ્યા ઓછી હોય એ સ્વાભાવિક છે. તિર્યંચમાં અલ્પબદુત્વનો ક્રમ વળી નારકથી ઊલટો છે. તે સામાન્ય ક્રમને (૧૧૭૦) અનુસરે છે. ફેર એટલો કે તેમાં અલેશ્ય નથી હોતા. તિર્યંચોમાં એકન્દ્રિય આદિનો જુદો વિચાર પણ કરવામાં આવ્યો છે (૧૧૭૩-૧૧૮૦), તેમાં ક્યાંક ક્યાંક સંખ્યાની દષ્ટિએ ભેદ પણ પડે છે. લેશયાની અપેક્ષાએ મનુષ્યો અને દેવોમાં પણ અલ્પબદુત્વનો વિચાર છે (૧૧૮૧–૧૧૮૭). પણ આમાં ભવનવાસી આદિ ચારે પ્રકારના દેવોનું લશ્યાની અપેક્ષાએ પરસ્પર અપબહુત્વ પણ વિચારાયું છે એ વિશેષતા છે (૧૧૮૮૧૧૯૦). ઋદ્ધિની અપેક્ષાએ તે તે વેશ્યાવાળા જીવોમાં તારતમ્યનો વિચાર પણ છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કૃષ્ણલેશ્યાવાળા આદિથી ઉત્તરોત્તર વેશ્યાવાળા મહદ્ધિક હોય છે. એટલે કે શુક્લલેશ્યાવાળા અન્ય પ્રકારની લેશ્યાવાળા જીવો કરતાં સર્વાધિક અદ્ધિવાળા હોય છે (૧૧૯૧), અને પછી ઉદ્દેશને અંતે ચારેય ગતિમાં લેવાની અપેક્ષાએ જીવોની સૃદ્ધિનું અ૫હત્વ વિચારાયું છે (૧૧૯૨–૧૧૯૭). અંતિમ સૂત્ર છે “રૂ મતિરાવી વંgf ફી માળવવા” (૧૧૯૮) એટલે કે ગતિની અપેક્ષાએ અહીં ઋદ્ધિનો વિચાર કર્યો છે તેને બદલે પ્રસ્તુતમાં ૨૪ દંડકના જીવોને લઈને લેશ્યાની અપેક્ષાએ ઋદ્ધિનું અલ્પબદુત્વ કહેવું. આ ઉપરથી જણાય છે કે આ વાચનાભેદ પ્રજ્ઞાપનાના પાઠ વિષેનો છે. એથી એ પણ સિદ્ધ થાય છે કે પ્રજ્ઞાપનાના પુસ્તકનું સંકલન થયું ત્યારે આ બાબતમાં વાચના ભેદ ચાલુ હશે. તીજા ઉદ્દેશ (૧૧૯૯-૧૨૧૭) માં તે તે જન્મ અને મૃત્યુ કાળની લેડ્યા વિષેની ચર્ચા (૧૧૯૯-૧૨૧૪) અને તે તે વેશ્યાવાળા જીવોના અવધિજ્ઞાનની વિષયમર્યાદા તથા તે તે લેશ્યાવાળા જીવને કેટલાં જ્ઞાન હોય તે પણ જણાવ્યું છે (૧૨૧૫-૧૭). ચોથા ઉદેશમાં એક લશ્યાનું અન્ય લેશ્યરૂપે જે પરિણમન થાય છે, તે તથા તેના વર્ણન રસ-ગધ-સ્પર્શની વિસ્તૃત ચર્ચા છે (૧૨૧૯-૧૨૪૧). આ ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે લેણ્યા એ જીવોને નિમિત્તે થતા પુદ્ગલના પરિણામરૂપ છે. સૂત્ર ૧૨૪૨માં લેશ્યાના વિવિધ રીતે થતા પરિણામોની ગણના છે. અને તે પછી તેના પ્રદેશ (૧૨૪૩), અવગાહનક્ષેત્ર (૧૨૪૪), વર્ગણ (૧૨૪૫), સ્થાન (૧૨૪૬) અને અ૫બહુ (૧૨૪૭–૪૯) નો વિચાર સ્થાનની અપેક્ષાએ દ્રવ્ય અને પ્રદેશને લઈને કરવામાં આવ્યો છે. પાંચમા ઉદેશના પ્રારંભમાં તો ચોથા ઉદેશના પરિણામ પ્રકરણની પુનરાવૃત્તિ છે અને પછી તે તે વેશ્યાનું અન્ય લેફ્સામાં પરિણમન નથી થતું એવું નિરૂપણ છે (૧૨૫૨–૧૨૫૫). આચાર્ય મલયગિરિનું કહેવું છે કે ચોથા ઉદ્દેશામાં પરિણમનનો જે સ્વીકાર છે તે તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ સમજવાનો છે અને પ્રસ્તુતમાં પરિણમનનો અવીકાર છે તે દેવ-નારકની અપેક્ષાએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy