________________
આ
?
મા જણાવ્યું છે.
[૨૪].. (૯૪૭), પરંતુ તે વિષે સ્પષ્ટ કહ્યું છે કે તે “ારે” (૯૪૬) છે. એટલે તેના વિશેષ પરિણામોનો સંભવ ઘટે નહિ. ભગવતીમાં ગુરુલઘુનો વિચાર અનેક ઠેકાણે છે. તે સમગ્ર ચર્ચાથી એક બાબત એ ફલિત થાય છે કે સૂક્ષ્મ પુદ્ગલપરમાણુ અને અરૂપી દ્રવ્યોને “અગુરુલઘુ” કહ્યા છે. એટલે એ પ્રમાણે જીવ, ધર્મ, અધર્મ, આકાશ અને કાલ એ “અગુરુલઘુ ” સિદ્ધ થાય છે. અહીં એ ધ્યાનમાં લેવાનું છે કે સાપેક્ષ ગુરુ અને લઘુને તો “ગુરુલધુ' નામ આપ્યું જ છે, એટલે “અગુરુલઘુ” શબ્દથી તેનો નિષેધ જ સમજી શકાય. એટલે કે જે દ્રવ્યો “અગુરુલઘુ” તરીકે ઓળખાવ્યાં તેમાં ગુરુ કે લધુ એ બેમાંથી એકેય કે સાપેક્ષા “ગુરુલઘુ” એ ભાવો નથી એમ જ સમજાય. ગુરુલઘુની ચતુર્ભગીમાં એ ચોથો ભંગ છે. તેથી પણ એ નિષેધ જ સૂચવે છે. આમ એ ધર્મથી કોઈ વિધિરૂપ ધર્મ કે ભાવ સૂચવાતો નથી, એમ ભગવતીની ગુરુલઘુની ચર્ચા (૧. ૯. સૂ૦ ૭૩) થી સમજાય છે, પરંતુ ભગવતીમાં જ કંદકના અધિકારમાં પાછું લોકના અનંત અગુરુલઘુ પર્યાયો હોવાનું જણાવ્યું છે, એટલું જ નહિ પણ છવ, સિદ્ધિ અને સિદ્ધના (૨. ૧. સૂ:૯૧) અનંત અગુરુલઘુ પર્યાયો કહ્યા છે. આમ શૂન્યમાંથી સર્જનની પ્રક્રિયા દેખાય છે અને તેથી ભગવતીમાં જુદા જુદા વિચારના સ્તરો હોવાનું જણાય છે. અને એથી એટલું કહી શકાય કે બધી વસ્તુના પર્યાયો-પરિણામો હોવા જોઈએ; એ નવા વિચારના પરિણામસ્વરૂપે ધર્માસ્તિકાયાદિમાં પણ તે ઘટાવવાનો આ પ્રયાસ છે. આ વિચારવિકાસની એ પણ એક ભૂમિકા છે, જે તત્વાર્થ સૂત્રમાં જોવા મળે છે, જ્યાં પરિણામોના અનાદિ અને આદિ એવા ભેદ કરીને (પ. ૪૨) અરૂપીમાં અનાદિ પરિણામો હોવાનું ભાષ્યમાં જણાવ્યું છે (૫. ૪૨). આ સૂત્રની માન્યતા અને વ્યાખ્યામાં જે મતભેદો થયા તેનું પણ એ જ કારણ છે કે આ વિચાર નવો હતો અને તેણે સ્થિરભૂમિકા પ્રાપ્ત કરી ન હતી.
ગુરુ, લધુ, ગુરુલઘુ અને અગુરુલઘુ વિષેની વિશેષ તાર્કિક વિચારણા માટે આચાર્ય જિનભદ્રનું વિશેષાવશ્યકભાષ્ય (ગા. ૬૫૪-૬૬૩) જેવું જોઈએ.
પરિણામોનું ગણન આ પ્રમાણે છે – જીવના પરિણામો (૯૨૬–૯૩૭)
અજીવ પરિણામો (૯૪૭–૯૫૬) ૧. ગતિ (નરકાદિ ૪)
૧. બંધન (રિનષ્પક્ષ) ૨. ઇન્દ્રિય (શ્રોત્રાદિ ૫)
૨. ગતિ (સ્પૃશઅસ્પૃશદ્ અથવા દીર્ધ
હસ્વ) ૩. કયાય (ક્રોધાદિ ૪)
૩. સંસ્થાન (પરિમંડલાદિ ૫) ૪. વેશ્યા (કૃષ્ણાદિ ૬)
૪. ભેદ (ખંડ આદિ ૫) ૫. યોગ (મન આદિક ૩)
૫. વર્ણ (કૃષ્ણ આદિ ૫) ૬. ઉપયોગ (સાકાર-અનાકાર)
૬. ગંધ (સુરભિ-દુરભિ) ૭. જ્ઞાન (આભિનિબોધિ આદિ ૫) રસ ૮. દર્શન (સમ્યગ આદિ ૩)
૮, પર્શ (કખડ આદિ ૮) ૯. ચારિત્ર (સામાયિકાદિ ૫)
૯. અગુરુલઘુ (એક) . ૧૦. વેદ (સ્ત્રી આદિ ૩)
૧૦. શબ્દ (સુમ્મુિ–દુભિ) અજીવપરિણામોના બંધનપરિણામ પ્રસંગે જે ગાથા નં. ૨૦૦ છે તે જ ગાથા પખંડાગમમાં પણ ઉપલબ્ધ થાય છે. તેમાં પાઠાંતર છે. (પુસ્તક ૧૪, સૂત્ર, ૩૬, પૃ. ૩૩)
ના જે મતભેદો થયા
અને તે
.
5
જિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org