SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ...[40]... ભેદીને અર્થાત્ તેના વિભાગ કરીને બહાર કાઢે॰ (તો તે પિંડો સૂક્ષ્મ થઈ જાય છે અને તેથી શીઘ્ર ધ્વંસ પામતા નથી, ઊલટું સંપર્કમાં આવનાર અન્ય પુદ્ગલોને વાસિત કરે છે= : ભાષારૂપે પરિણત કરી દે છે.) તો તેથી તે અનંતગુણુ વૃદ્ધિ પામતાં પામતાં લોકના અંતને સ્પર્શે છે (૮૮૦). પુદ્ગલોનું આવું ભેદન અનેક પ્રકારે થાય છે. તેના ખંડ, પ્રતર, ચૂર્ણિકા, અનુતટિકા અને ઉત્કરિકા એવા પાંચ ભેદ સૂત્રમાં દૃષ્ટાન્તો સાથે જણાવ્યા છે (૮૮૧–૮૮૭), એટલું જ નહિ પણ એ પાંચેયનું અપબહુત્વ પણ નિર્દિષ્ટ છે, (૮૮૭) ભાષાના પ્રકાર પ્રસ્તુત પદમાં ભાષાના ભેદો અનેક રીતે વર્ણવ્યા છે (૮૩૦, ૮૪૯, ૮૫૯, ૮૭૦, ૮૯૬), પણ તે ભેદોનું વ્યવસ્થિત નિરૂપણ સ્૦ ૮૬૦-૮૬૬ માં થયું છે, તેથી ભેદો માટે તે સૂત્રને મુખ્ય માનીને અહીં વિવરણ કરવામાં આવશે. ભાષાના એ પ્રકાર છે: પર્યાપ્તા અને અપર્યાપ્તા (૮૬૦). ટીકાકારે આનું વિવરણ કર્યું છે, તદનુસાર જેના પ્રતિનિયત સ્વરૂપનો નિશ્ચય થઈ શકે છે, તે પર્યાપ્તા છે અને જેના વિષે એવો નિશ્ચય નથી થઈ શકતો તે અપર્યાપ્તા છે. નિશ્ચય યથાર્થ પણ હોય છે અને અયથાર્થ પણ હોય છે. યથાર્થ હોય તો સત્ય કહેવાય અને અયથાર્થ હોય તો મૃષા અથવા મિથ્યા કહેવાય. આથી જે ભાષા યથાર્થ નિશ્ચય કરાવતી હોય તે ભાષા સત્ય છે અને અયથાર્થ નિશ્ચય કરાવતી હોય તે તૃષા છે; આમ પર્યાપ્તાના ભેદ એ છે: સત્યભાષા અને મૃષાભાષા (૮૬૧). યથાર્થ કોને કહેવું એ પણ અપેક્ષાબેથી નક્કી કરવું પડે છે. આથી સત્યભાષાના અપેક્ષાભેદે દશ ભેદો છે : ૧. જનપદસત્ય, ૨. સમ્મતસત્ય, ૩. સ્થાપના સત્ય, ૪. નામસત્ય, ૫. રૂપસત્ય, ૬. પ્રતીત્યસત્ય, ૭. વ્યવહારસત્ય, ૮. ભાવસત્ય, ૯. યોગસત્ય અને ૧૦. ઔપમ્યસત્ય (૮૬૨). ૧. અસત્ય અથવા તો મૃષા બોલવા પાછળ અનેક કારણો હોય છે, આથી એ કારણભેદે તૃષા અર્થાત્ અસત્યભાષાના જે ભેદો છે તે પણ દૃશ છે : ૧. ક્રોધનિઃસૃત, ૨. માનનિઃસૃત, ૩. માયાનિઃસૃત, ૪. લોનિઃસૃત, ૫. પ્રેમનિઃસત, ૬. દ્વેષનઃસૃત, ૭. હાસ્યનિઃસૃત, ૮. ભયનિઃસૃત, ૯. આખ્યાનિકાનિઃસૃત, ૧૦. ઉપધાતનિઃસૃત (૮૬૩). અપર્યાપ્તા ભાષાના એ પ્રકાર છે : સત્યા-મૃષા અને અસત્યા·મૃષા (૮૬૪). આમાંથી સત્યા-મૃષાના દેશ (૮૬૫) અને અસત્યા-મૃષાના ખાર ભેદો છે (૮૬૬). જેમાં અર્ધસત્ય અભિપ્રેત હોય તે સત્યા-મૃષા કહેવાય. અને જેમાં સત્ય કે મિથ્યાનો સંબંધ ન હોય તે અસત્યા-મૃષા; એટલે કે કોઈ ને બોલાવવો હોય તો કહેવું કે એ દેવદત્ત ! ઇત્યાદિ. તેના ભેદોનું વિવરણ ટીકાકારે કર્યું છે, તેથી અહીં તેનો વિસ્તાર કરવાની જરૂર નથી (પ્ર૦ ટી૦, ૨૫૯). ‘ માનું છું', ‘ ચિંતવું છું ’—આ પ્રકારની ભાષા અવધારણી-નિશ્ચયાત્મક કહેવાય છે (૮૩૦) અને તે સત્યાદિ ચારેય પ્રકારે સંભવે છે. જે ભાષા બોલવાથી ધર્મની આરાધના થાય તે સત્ય, જેથી ધર્મની વિરાધના થાય તે અસત્ય, મિશ્રણવાળી સત્ય-મૃષા ભાષાથી આરાધના વિરાધના બન્ને થાય છે, પણ અસત્યાક્રૃષા ભાષાનો સંબંધ આરાધના કે વિરાધના સાથે નથી (૮૩૧, ૮૫૬). ૧૦. કોકગત ભાગ મૂળમાં નથી પણ સ્પષ્ટતા ખાતર ઝેડયો છે. જુઓ, વિશેષા॰, ગા૦ ૩૭૮ અને ૬૦ ટ†, પુત્ર ૨૬૫ ૬. ૧૧. સ્થાનાંગ-સમવાયાંગ, પૃ૦ ૧૨૨-૨૩; પ્ર૦ ટી૦ પત્ર ૨૫૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001064
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 02
Original Sutra AuthorShyamacharya
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1971
Total Pages934
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Metaphysics, & agam_pragyapana
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy