________________
પ્રકાશકીય નિવેદન
જૈન ધર્મના પાયારૂપ બધાં પવિત્ર મૂળ આગમસૂત્રોની સંશોધિત-સંપાદિત (critical) આવૃત્તિઓ પ્રકાશિત કરવાની યોજનાને મૂર્તરૂપ આપવાની જવાબદારી, પૂજયપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજના આશીર્વાદ તથા તેઓશ્રીના તેમ જ પતિ શ્રી દલસુખભાઈ માલવણિયાના સક્રિય સહકારથી, શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સ્વીકારી છે, એ સુવિદિત છે.
આ યોજના પ્રમાણે વિદ્યાલયે શરૂ કરેલ “જૈન-ગામ-થનારા”ના પ્રથમ ગ્રંથ “નંદિસુરં ૩જુમોદારાÉ ર”નો પ્રકાશન વિધિ વિદ્યાલયના સુવર્ણ મહોત્સવની ઉજવણી પ્રસંગે, અમદાવાદમાં તા. ૨૬-૨–૧૯૬૮ના રોજ, પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજીના પવિત્ર સાંનિધ્યમાં, જૈન સંઘના મુખ્ય અગ્રણી શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈને શુભ હસ્તે થયો હતો.
આજના અતિ આનંદજનક અને મંગલમય પ્રસંગે આ ગ્રંથમાળાના બીજા ગ્રંથનો પ્રકાશનવિધિ થઈ રહ્યો છે, તે આપણે સહુને માટે ગૌરવ લેવા જેવી વાત છે. આજનો પ્રસંગ છે, સંસ્થાની આગમ પ્રકાશન યોજનાના પ્રણેતા અને પ્રાણ પૂજય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજ્યજી મહારાજના દીક્ષા પર્યાયની ષષ્ટિપૂર્તિનો વડોદરા શ્રીસંઘે યોજેલ ધર્મમહોત્સવ. આવા
પવિત્ર અને પ્રેરક પ્રસંગે વિદ્યાલયની આગમ પ્રકાશન યોજનાના નવમા ગ્રંથ “gogવાસુરં” ના. પહેલા ભાગનું પ્રકાશન થઈ રહ્યું છે, તે સુવર્ણમાં સૌરભ મળ્યા જેવો સુંદર અને યાદગાર જોગાનુજોગ છે. આ પ્રસંગે અમારું અંતર જે આહ્વાદ અનુભવે છે, તે અવર્ણનીય છે.
આગમ પ્રકાશનની યોજના પ્રમાણે પણવણસુત્તને નવમો ગ્રંથાંક આપવામાં આવેલ છે અને એ ગ્રંથ બે ભાગમાં પ્રકાશિત કરવાનો છે : પહેલા ભાગમાં સમગ્ર મૂળ પ્રજ્ઞાપનાસૂત્ર, જરૂરી સંપાદકીય નિવેદન સાથે, પ્રગટ કરવાનું છે, જેનું પ્રકાશન આજે થઈ રહ્યું છે. આના બીજા ભાગમાં, આ ગ્રંથમાળાના પ્રથમ ગ્રંથની જેમ, સૂત્રમાં આવતા બધાય શબ્દોની, તે તે શબ્દના સંસ્કૃત રૂપાંતર સાથેની, સૂચી; ગ્રંથ, ગ્રંથકાર અને ગ્રંથના વિષયનું તેમ જ ગ્રંથમાંથી ઉપલબ્ધ થતી સાંસ્કૃતિક સામગ્રીનું વિશદ નિરૂપણ કરતી સુવિસ્તૃત પ્રસ્તાવના તથા એનું અંગ્રેજી ભાષાંતર; સંપાદકોનું વિશેષ વક્તવ્ય, એના અંગ્રેજી ભાષાંતર સાથે; તેમ જ જુદા જુદા વિશિષ્ટ વિષયોની માહિતી આપતાં પરિશિષ્ટો વગેરે સામગ્રી આપવામાં આવશે. ગ્રંથની પ્રસ્તાવનાનો પ્રાથમિક ખરડો કેનેડામાં-ટોરોન્ટોમાં ૫૦ શ્રી દલસુખભાઈ માલવણિયા તૈયાર કરી રહ્યા છે. અને એનું કેટલુંક લખાણ એમણે આપણને મોકલી પણ આપ્યું છે.
આગમ પ્રકાશન યોજનાની રૂપરેખાની સવિસ્તર માહિતી આ ગ્રંથમાળાના પહેલા ગ્રંથના અમારા નિવેદનમાં આપવામાં આવી છે, એટલે એનું અહીં પુનર્મુદ્રણ કરવાની જરૂર નથી. આ યોજના પ્રમાણે ૧૭ ગ્રંથોમાં આપણે બધા – પિસ્તાલિસે મૂળ આગમો પ્રગટ કરવાનું વિચારવામાં આવ્યું છે; કયો આગમગ્રંથ કયા અંકના ગ્રંથ તરીકે પ્રગટ થશે તે પણ ત્યાં દર્શાવવામાં આવ્યું છે.
આભાર આ યોજના આ રીતે મૂર્તરૂપ લઈ શકી છે અને આજે આ ગ્રંથરત્નનું પ્રકાશન થઈ શક્યું છે, તે પૂજ્યપાદ આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ અને પંડિત શ્રી દલસુખભાઈ માલવણિયાની અસાધારણ જહેમત અને તેઓની વિદ્યાલય પ્રત્યેની અસીમ મમતાને કારણે. તેઓ પ્રત્યે અમે આ પ્રસંગે અમારી આભારની ઊંડી લાગણી દર્શાવીએ છીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org