SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ [૬]. :: પુનર્જન્મ અને સંસારચક્રની માન્યતાનો સંબંધ અહિંસા આદિ સાર્વભૌમ ધર્મો સાથે છે. અને વેદોમાં પુનર્જન્મ અને સંસારચક્રની કલ્પના મૂળ હતી નહિ, તેથી તેમાં અહિંસા આદિ ધર્મો મૌલિક ન હોઈ શકે આવી દલીલો હવે વિદ્વાન આપતા થયા છે, તે તેમની સૂક્ષ્મ ઐતિહસિક નિષ્પક્ષ દૃષ્ટિનું પરિણામ છે. ભારતીય મૂળ ધર્મમાં મૂર્તિપૂજાનું સ્થાન હતું, ત્યારે વેદમાં મૂર્તિપૂજા દેખાતી નથી, અને તે ભારતીય ધર્મના સંપર્કે ક્રમે કરી વૈદિકોએ સ્વીકારી. વેદકાળે દેવોની પૂજા અથવા આરાધના કોઈ પણ માધ્યમથી થતી, જ્યારે ભારતીય ધર્મમાં સાક્ષાત દેવારાધન થતું. યોગ અને ધ્યાનની પ્રક્રિયા વેદમાં છે જ નહિ; જ્યારે મોલિક ભારતીય પરંપરામાં એને સ્થાન હતું એની સાક્ષી સિંધુ સંસ્કૃતિના અવશેષો આપે છે. આમ અનેક રીતે વૈદિક અને ભારતીય ધર્મનાં ભેદક તત્ત્વોની શોધ વિદ્વાનોએ કરી છે. એ ભેદક તત્વોને સમક્ષ રાખીને જે આપણે જૈન આગમોના મૂળ સ્ત્રોતનો વિચાર કરીએ તો એમ કહી શકાય કે એનો મૂળ સ્ત્રોત વેદો નહિ પણ ભારતીય મૌલિક ધાર્મિક પરંપરા છે, જેને આજે આપણે શ્રમણ પરંપરા તરીકે જાણીએ છીએ. આગમ શબ્દના વિવિધ પર્યાય આગમ અબ્દનો અર્થ “જ્ઞાન” અભિપ્રેત છે તે શાસ્ત્રોમાં આવતા તે શબ્દના વિવિધ પ્રયોગો ઉપરથી જણાય છે. આચારાંગમાં “મામેત્તા ૩નાવેજ્ઞા' (૨૪) નો અર્થ છે “જ્ઞારવા માસા ' “જાણીને આજ્ઞા કરે'; “વં ગામમા” (૬૨) નો અર્થ છે લેખક લખે છે : “On the other hand, however, it indicates that with the primitive Aryan, life-even human life-was of very little consequence. Living that he was in the environment of a warrior, shedding of blood and cutting of the throat were the order of the day and the Aryan was quite familiar with such horrid occurrences. He had, therefore, no scruples or hesitation in sacrificing any living being to gain some ephemeral or ethereal end..... In the Brahmanas we notice the beginning of a change. There seems to run by the side of the current of Hiṁsā'an undercurrent of 'Ahimsā '-p.98. અહિંસાનો સૂચિત આ આંતર પ્રવાહ, લેખકે સ્પષ્ટ નથી કહ્યું પણ, અન્ય સંસ્કૃતિના સંપર્કથી જન્મેલો જ માનવો આવશ્યક છે. વળી, લેખક બ્રાહ્મણમાં વિકસેલ અહિંસા-પ્રવાહ આગળ જઈ બદ્ધ-જૈન આચારમાં વધારે વિકસ્યો (પૃ. ૧૦૧) એમ કહે છે તેને બદલે એમણે એમ કહેવું જોઈતું હતું કે જે અહિંસાના પ્રવાહ વૈદિકો ઉપર છાપ પાડી અને વૈદિકોને અહિંસાનો સ્વીકાર કરવાની ફરજ પાડી, તે જ પ્રવાહ વધારે વિકસિત રૂપમાં આપણે જૈન-બૌદ્ધ શાસ્ત્રમાં જેવા પામીએ છીએ. "If Dr. Zimmer's view is correct, however, the Pre-Aryan, Dravidian religion was rigorously moral and systematically Dualistic years before the birth of Zoroster. This would seem to suggest that in Zorostrianism a resurgence of pre-Aryan factors in Iran, following a period of Aryan supremacy, may be represented-something comparable to the Dravidian resurgence in India in the form of Jainism and Buddhism." Zimmer: Philosophies of India, p. 185, Note 6 by the Editor-Campbell. * આની વિશેષ ચર્ચા ઉક્ત ડૉ. દાંડેકરના લેખમાં જોવી. આર્યો પહેલાંની ભારતીય પરંપરાને ડૉ. દાંડેકરે યતિપરંપરા કહી છે, અને વૈદિક આર્યોની પરંપરાને ઋષિપરંપરા નામ આપ્યું છે. પણ આ લેખમાં અમે - શ્રમણ અને બ્રાહમણ પરંપરા એવું નામ સ્વીકાર્યું છે. વળી જુઓ. Zimmer : Philosophies of India, p. 281; અને p. 60, note 23; p. 184, note 5, ૩. જુઓ અભિધાનરાજેન્દ્રકોષમાં “આમ” શબ્દ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001062
Book TitleNandisutt and Anuogaddaraim
Original Sutra AuthorDevvachak, Aryarakshit
AuthorPunyavijay, Dalsukh Malvania, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1968
Total Pages764
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_nandisutra, & agam_anuyogdwar
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy