________________
---[૩૮]... "असइ य आसु य धावइ न य सम्मइ तेण आसो उ॥"
–મૃ૦ ગા૦ ૧૯૮ ટીકાકારે જણાવ્યું છે—“અ#ાતીતિ અશ્વ ચદ્ધિ થા માજી ધાવતિ ન જ રાખ્યાતિ અશ્વ !” આચાર્ય શ્રી જિનભદ્ર પણ વિભાષાની વ્યાખ્યા એ પ્રમાણે જ કરી છે–
विविधा विसेसतो वा होति विभासा दुगातिपज्जाया । जध सामइयं समओ सामायो वा समायो वा ॥
–વિશેષા, ૧૪૧૯ આમાં સામાયિકશબ્દના વિવિધ અર્થોની ચર્ચા છે. વાર્તિક વિષે બૃહત્કલ્પમાં કહેવામાં આવ્યું છે– “અર્થ પુષ્ય સમો વિમા ”
–મૃ૦ ગા૦ ૧૯૯ પૂર્વધર સૂત્રનો જે અર્થ સમગ્રભાવે વર્ણવે છે તે વાર્તિક છે. એટલે કે સૂત્રનો એવો એક પણ અર્થ બાકી નથી રહેતો જે વાતિકમાં કહેવામાં આવ્યો ન હોય. આચાર્ય શ્રી જિનભદ્ર વાર્તિકનું વિવરણ આ પ્રમાણે કર્યું છે –
वित्तीए वक्खाणं वत्तियमिह सव्वपज्जवेहिं वा। वित्तीतो वा जातं जम्मि व जध वत्तए सुत्ते ॥
–વિશેષા, ૧૪૨૦ વૃત્તિ = સૂત્રવિવરણનું પણ જે વ્યાખ્યાન કરવામાં આવે તે વાતિક છે અર્થાત ટીકાની પણ ટીકા તે વાર્તિક છે. અથવા તો સર્વપર્યાયો વડે જે વ્યાખ્યાન તે પણ વાર્તિક છે. અથવા તો વૃત્તિથી જેની ઉત્પત્તિ છે તે, અથવા તો સૂત્રમાં જે પરંપરાથી વ્યાખ્યા હોય તે વાર્તિક છે.
વાર્તિકકારની વિશેષતા અને આચાર્ય શ્રી જિનભદ્ર બંને વર્ણવે છે. બૃહત્કલ્પ ભાષ્યમાં સૂચવ્યા પ્રમાણે તે પૂર્વધર હોય એ તો આપણે પ્રથમ જોઈ ગયા છીએ. ઉપરાંત તેમાં જણાવ્યું છે કે જે સમયે જે યુગપ્રવર-યુગપ્રધાન હોય તેમની પાસેથી જેણે વિવરણ ગ્રહણ કર્યું હોય તે વાર્તિકકાર બની શકે છે. ભગવાન શ્રી ઋષભ અને શ્રી મહાવીર વચ્ચે શરીર આદિના પ્રમાણમાં ઘણું તફાવત છે તો તે બંનેનું જ્ઞાન સરખું કેમ હોય ? એવી શંકાનું પણ સમાધાન કરવામાં આવ્યું છે કે શરીરપ્રમાણુ વગેરેમાં ભલે ભેદ હોય, પણ તેમના પ્રતિ, સંહનન અને કેવલજ્ઞાનમાં તો કશો જ ભેદ નથી. તેથી બંને સરખી રીતે જ વિવરણ કરવા સમર્થ છે – બૃ૨૦૧-૨૦૩. ત્યારે સહજ પ્રશ્ન થાય કે તો શું દ્વાદશાંગમાં આદિશ્રુત જે કાંઈ છે તે બધું જ નિયત છે કે એમાં કાંઈ ભેદ પડે છે? આના ઉત્તરમાં જણાવ્યું છે કે જ્ઞાતાધ્યયનમાંનાં ઉદાહરણ, ઋષિભાષિત અને પ્રકીર્ણક–આમાં તે તે કાળે બનતી ઘટનાઓનો સમાવેશ સંભવિત હોવાથી ભેદ પડે ખરો, પણ બાકીનું તો બધુંય પ્રાયઃ નિયત છે, જે શ્રી ઋષભ અને શ્રી મહાવીરનું સરખું જ છે. –અ૦ ૨૦૪.
આચાર્ય શ્રી જિનભદ્ર પણ ઉત્કૃષ્ટ કૃતજ્ઞાની = પૂર્વધરને વાતિકકાર કહે છે અને એમ પણ કહે છે કે જે કાળે જે યુગપ્રધાન હોય છે અથવા તો તેની પાસેથી જે શીખેલ હોય તે વાતિકાર બની શકે છે. વિશેષા ૧૪૨૧,
આચાર્ય શ્રી જિનભટ્ટે એમ પણ કહ્યું છે કે અનુયોગાચાર્યે જે વ્યાખ્યા કરી હોય તેથી ખૂન કરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org